Get The App

જામનગરમાં ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ: મરામત કાર્ય શરૂ કરાયું

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ: મરામત કાર્ય  શરૂ કરાયું 1 - image


જામનગરમાં આજે સવારે કામ દરમિયાન ગેસ ની લાઈન માં ભંગાણ સર્જાતા લાઈન લીકેજ થવા પામી  હતી .અને ગેસની જોરદાર દુર્ગંધ ફેલાતા આખરે ગુજરાત ગેસ ની કંપની ના અધિકારીઓ ની ટીમ દોડી ગઈ હતી અને મરામત કામગીરી હાથ ધરી હતી.

જામનગરના છેવાડે વાલસુરા માર્ગે  પોલીટેક્નિક કોલેજ ની બાજુ માં આવેલ રેલ્વે ફાટક પર ટ્રેક ની કામગીરી દરમ્યાન ગેસ ની મેઈન લાઈન લીકેજ  થતાં લોકો માં ભાગ દોડ મચી જવા પામી હતી. આ બાબતે કોઈ દ્વારા ગુજરાત ગેસ કંપની ને જાણ કરવામાં આવી હતી. એથી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ની ટૂકડી તાબડતોબ  ઘટના સ્થળ પર પહોંચી હતી.અને  રીપેરીંગ ની કામગીરી શરૂ કરવા મા આવી હતી. આ પહેલા ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી, જેથી અકસ્માત ના બનાવ ને ટાળી શકાયો.


Google NewsGoogle News