Get The App

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં જુગાર અંગે એલસીબીનો દરોડો : ચારની અટકાયત

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં જુગાર અંગે એલસીબીનો દરોડો : ચારની અટકાયત 1 - image


Jamnagar Gambling Raid : જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં એલસીબીની ટીમે ગઈકાલે જુગારનો દરોડો પાડી ચાર જુગારીઓની અટક કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 73,000ની માલમતા કબજે કરી છે. જ્યારે જોડીયામાંથી બે વરલી મટકાના જુગારીઓને પકડી પાડ્યા છે, અને તેઓની પૂછપરછમાં રાજકોટના મુખ્ય બુકીનું નામ ખુલ્યું છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ગુલાબ નગર તાડીયા હનુમાન મંદિર પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હરેશ બચુભાઈ ખાણધર, મનસુખભાઈ રામજીભાઈ પરેશા, જગદીશ લાલચંદભાઈ ભોજવાણી, તેમજ યુનુસ મામદભાઈ સુમરાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 73 હજારની માલ મતા કબજે કરી છે.

 એલસીબીની ટુકડીએ જુગાર અંગેનો બીજો દરોડો જોડીયામાં પાડ્યો હતો. જ્યાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા હનીફ દાઉદભાઈ વાઘેર તેમજ વસીમ હૈદરઅલી માણેકની અટકાયત કરી લઈ તેઓ પાસેથી 48,600 ની માલમતા કબજે કરી છે. તેમજ તેઓ સાથે વરલીના આંકડાની કપાત કરનાર રાજકોટના મોહીનભાઈને ફરાર જાહેર કરાયો છે.


Google NewsGoogle News