પેટલાદ પંથકમાં મેઘરાજાની છપ્પરફાડ બેટીંગ, અનેક ગામો બેટમાં ફેરવાયાં: સર્વત્ર કેડ સમાણા પાણી

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
પેટલાદ પંથકમાં મેઘરાજાની છપ્પરફાડ બેટીંગ, અનેક ગામો બેટમાં ફેરવાયાં: સર્વત્ર કેડ સમાણા પાણી 1 - image


ઉપલેટાના ગામોમાં મેઘરાજાની છપ્પરફાડ બેટિંગ : ભારે વરસાદથી નાગવદર, મેખાટીંબી, પાનેલી પણ જળબંબાકાર : મોજીરા ગામ પાસેનો મોજ ડેમ ઓવરફ્લો થતાં 10 દરવાજા ખોલાયા

Heavy Rain In Upleta : ઉપલેટા પંથકન ગામોમાં આજે મેઘરાજાએ છપ્પરફાડ બેટિંગ કરતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 10થી 15 ઈંચ વરસાદ જેટલો વરસાદ ખાબક્યો હતો. લાઠ, ભીમોરા, સમઢીયાળા, મજેઠી, ગણોદ સહિતના ગામો અતિભારે વરસાદના પગલે બેટમાં ફેરવાયા હતાં. લાઠ, ભીમોરા, સમઢિયાળા ગામમાં સર્વત્ર કેડ સમા પાણી ભરાઈ ગયા હતાં. રસ્તા જાણે નદી બની ગયા હતાં. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકશાન થયું હતું. ખેતરો પણ તળાવ બની ગયા હતાં.

રવિવારે સવારથી જ ઉપલેટા તાલુકાના ગામોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. તેમાં લાઠમાં 15 ઈંચ, ભીમોરામાં 12 ઈંચ, સમઢીયાળામાં 13 ઈંચ, મજેઠી, 12 ઈંચ, ગણોદ 12 ઈંચ, નાગવદર, 10 ઈંચ, મેખટીંબીમાં 5 ઈંચ મોટી પાનેલીમાં 6 ઈંચ, ગઢાળામાં 5 ઈંચ વરસાદ પડી જતા આ ગામો જળબંબાકાર બની ગયા હતાં.

ઉપલેટાના લાઠ ગામે સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. 3 કલાકમાં ધોધમાર 15 ઈંચ વરસાદ પડી જતા ઘરો તથા દુકાનોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતાં. બજારો, રસ્તા પર નદીઓ વહી નિકળી હતી. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. જયારે ખેતરો તળાવ બની ગયા હતાં. ગામ બેટમાં બની ગયું હતું.

ભીમોરા ગામે પણ 12 ઈંચ વરસાદ થતા ગામ જળબંબાકાર બની ગયું હતું. જયારે સમઢીયાળા ગામે પણ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. ભારે વરસાદના પગલે આ ગામોમાં મામલતદાર મહેશભાઈ ધનવાણી સ્થિતિનો તાગ મેળવવા એનડીઆરએફ તથા પોલીસની ટીમ સાથે દોડી ગયા હતાં. તથા ગામોના સરપંચો તથા આગેવાનોને મળી માહિતી મેળવી હતી.

મોટી પાનેલીમાં રવિવારે વહેલા સવારે નવ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થઈ 2 કલાકમાં 6થી 7 ઈંચ વરસાદ પડેલ ગામના તમામ રસ્તાઓમાં નદીના વહેણ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. આજુબાજુના ગામ સાનવડી, માંડાસણ, બુરાવદર, ગામના ભારે વરસાદ પડવાથી નદીઓમાં ઘોડાપુર આવેલ જેના કારણે મોટી પાનેલી તળાવમાં ભરપુર પાણીના આવક થયેલ આજે બપોરના 53  ફુટે તળાવ ઓવરફલો થઈ ગયેલ કાઢીઆમાંથી પાણી ઓવરફલો થયા પછી ગ્રામજનો નજારો જોવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. ગામના ફુલઝર નદીમાં પૂર આવ્યું હતું.

જયારે ઉપલેટા વિસ્તારની જીવાદોરી સમાન મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમ ઉપરવાસના ભારે વરસાદના પગલે 14 ફુટે ઓવરફલો થતા ડેમના 10 દરવાજા પાંચ ફુટ ખોલાયા હતાં. તથા ડેમની નીચે આવતા ગામોને સાવચેત કરાયા હતાં.


Google NewsGoogle News