Get The App

રાજકોટમાં ગેંગવોરની ઘટના, મોડી રાતે પેંડા ગેંગના સાગરિત પરેશ ગઢવી પર અંધાધૂંધ ફાયરિંગ

Updated: Feb 15th, 2025


Google News
Google News
રાજકોટમાં ગેંગવોરની ઘટના, મોડી રાતે પેંડા ગેંગના સાગરિત પરેશ ગઢવી પર અંધાધૂંધ ફાયરિંગ 1 - image


Rajkot Firing : રાજકોટ સહિત રાજ્યભરમાં ક્રાઇમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ધોળે દહાડે પણ ફાયરિંગ અને ઘાતક હથિયારો વડે હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગત મોડી રાત્રે રાજકોટના પુનિતનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પેંડા ગેંગના સાગરિત પરેશ ગઢવી પર ફાયરિંગ કરવામાં આવતાં પગના ભાગે ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ડી.સી.પી સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના પુનિતનગરમાં અંગત અદાવતમાં ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ ઘટના સામે આવી છે. જેમાં પેંડા ગેંગના સાગરિત પરેશ ગઢવી પર તોસિફ અને સોહેલે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં પરેશ ગઢવીને પગમાં ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત પરેશ ગઢવીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. 

પ્રાથમિક તપાસમાં પોલીસનું અનુમાન છે જૂની અંગત અદાવતમાં જંલેશ્વરના તોસીફ અને સોહિલે ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે. ફાયરિંગ કરનાર બંને આરોપીઓ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કર્યું છે. મોડી રાત્રે ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. 

Tags :
Rajkot-FiringParesh-GadhaviCrime-BranchPunitnagar

Google News
Google News