Get The App

ક્રિકેટમાં ભારતની જીતની ઉજવણી સમયે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ: વીડિયો વાઇરલ

Updated: Mar 10th, 2025


Google News
Google News
ક્રિકેટમાં ભારતની જીતની ઉજવણી સમયે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ: વીડિયો વાઇરલ 1 - image


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો. ત્યારે વડોદરાના માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો જીતનો બનાવવા ભેગા થયા હતા. મેં કોઈ કારણોસર બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બંને જૂથના લોકોએ સામસામે છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. તેનો કેટલાક લોકોએ વિડિયો પણ બનાવી લીધો હતો. જોકે હજુ સુધી મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવું સત્તાવાર જાણવા મળ્યું નથી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો 9 માર્ચના રોજ યોજાયો હતો. જેમાં ભારતે  ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું હતું. ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચમાં વિજેતા બનતા વડોદરા શહેરમાં માહોલ જોવા મળ્યો હતો. મોડી રાતના શહેરીજનો વિવિધ વિસ્તારોમાં ભેગા થયા હતા અને ફટાકડા ફોડી ગીતની ખુશી વ્યક્ત કરી હતી. દરમિયાન માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જેમાં ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે અગમ્ય કારણોસર ઝઘડો હતો. જેમાં બંને જૂથના યુવકોએ સામ સામે છુટા હાથની મારામારી કરતા જણાયા હતા. અન્ય લોકોએ આ મારામારી નો વીડિયો પણ ઉતારી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો પાડ્યો હતો. જોકે સામસામે થયેલી મારામારીમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ હોય તેવું સત્તાવાર જાણવા મળ્યું નથી.

Tags :
Champions-Trophy-2025IndiaVadodaraCelebrationClash

Google News
Google News