Get The App

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમયાત્રામાં 'બાબરને ફાંસી આપો, ઘર પર બુલડોઝર ફેરવોના લાગ્યા નારા'

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમયાત્રામાં 'બાબરને ફાંસી આપો, ઘર પર બુલડોઝર ફેરવોના લાગ્યા નારા' 1 - image


Vadodara : ભાજપના પૂર્વ અને નગરસેવકના પુત્રની આરોપી માથાભારે બાબર આણી મંડળી દ્વારા થયેલી કરપીણ હત્યાના બનાવ સંદર્ભે આજે મૃતકની નીકળેલી અંતિમયાત્રા બાબર પઠાણના ઘર પાસે આવતા જ મોટી સંખ્યામાં એકત્ર થયેલી શોકમગ્ન મહિલાઓએ બાબરને ફાંસી આપો, ઘર પર બુલડોઝર ફેરવોના નારા લગાવીને બાબરની હાય હાય બોલાવી હતી.

આ સમયે આસપાસની મુસ્લિમ મહિલાઓ પોતપોતાની અટારીએથી બહાર આવી હતી. પરંતુ બાબરના ઘર આસપાસ કાયદો વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત હોવાથી પોલીસે આ મહિલાઓને ઘરમાં જવા સુચના આપી હતી. 

ગઈકાલે મોડી રાત સુધી રાવપુરા નાગરવાડા વિસ્તારમાં વાતાવરણ રહ્યું 

ભાજપના પૂર્વ કોર્પોરેટરના નિર્દોષ પુત્રની થયેલી હત્યાથી શહેરમાં દિવસ-રાતો અફવા બજાર સતત ગરમ રહ્યું હતું. મોડી રાત્રે 2.30 વાગ્યાના સુમારે રાવપુરા રોડ પર બંને કોમના ટોળા સામ સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. પરંતુ તાત્કાલિક ધોરણે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે ચૂંટણી યોજવામાં આવશે પરિસ્થિતિ વર્ષે અગાઉ ટોળાને વિખેરી નાખ્યા હતા. 

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની આરોપી બાબર અણી મંડળી દ્વારા થયેલી હત્યાના બનાવ સંદર્ભે શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેક ઠેકાણે સન્નાટો વ્યાપી ગયો હતો. શહેરના ફતેપુરા, પાણીગેટ, મચ્છી પીઠ, નવાબવાડા, યાકુતપુરા સહિતના તમામ વિસ્તારની ખાણીપીણીની લારીઓ સહિત દુકાનો બંધ થઈ જવા સહિત તંત્ર દ્વારા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો હતો.

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમયાત્રામાં 'બાબરને ફાંસી આપો, ઘર પર બુલડોઝર ફેરવોના લાગ્યા નારા' 2 - image

ભાજપના પૂર્વ નગર સેવકના દીકરાની હત્યા બાદ નીકળેલી સ્મશાન યાત્રામાં વિધાનસભાના દંડક બાળુ શુક્લ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિત શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સમગ્ર ટીમ તથા પાલિકાના મેયર, ડે. મેયર, સ્થાયી ચેરમેન, મહિલાઓ સહિત તમામ કોર્પોરેટરો નાગરવાડા વિસ્તારના શોકમગ્ન મોટાભાગના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે ગાંધીનગરથી સરકારમાંથી પણ અનેક ફોન દ્વારા સમગ્ર દુર્ઘટના અંગે માહિતી મેળવીને સાંત્વના આપવામાં આવી હોવાનું મૃતકના પિતાએ જણાવ્યું હતું.

સ્મશાનમાં અંતિમ વિધિ બાદ પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ જણાવ્યું હતું કે મારા દીકરાના લગ્ન બે મહિના પછી થવાના હતા તેના લગ્નના વરઘોડાની જેમ આજે અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા છે. મારો દીકરો શહીદ થયો છે અને તેના આરોપીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. સ્મશાનમાં પણ અનેક યુવકોમાં હત્યારાઓ સામે રોષ જોવા મળ્યો હતો.

વધું વાંચો : વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં હત્યા: અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા

રવિવારે રાતે નાગરવાડા નવી ધરતીમાં થયેલી મારામારી બાદ ઈજા ગ્રસ્ત યુવક વિકી પરમારને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો વિકીની ખબર અંતર જોવા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર અને તેના બે મિત્રો પણ સયાજી હોસ્પિટલમાં ગયા હતા રાત્રે 1:00 વાગે તપન પરમાર અને મિતેશ રાજપુત હોસ્પિટલની કેન્ટીનમાં ચા પીવા માટે ગયા હતા ત્યારે નાગરવાડાના નામચીન અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા માથાભારે બાબર પઠાણે છરી વડે તપનને રહેસી નાખ્યો હતો. આ મર્ડરના પગલે લોકોમાં ભારે રોષ હતો અને ગઈકાલે પરિવારજનો કડક કાર્યવાહીની માંગણી સાથે ધરણા પર બેઠા હતા તેમને મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી. જેથી મૃતદેહ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો.

આજે સવારે પરિવારજનો મૃતદેહ સ્વીકારી ઘરે લાવ્યા હતા. 11 વાગે મૃતક તપન પરમારની અંતિમયાત્રા તેના નિવાસ સ્થાનેથી બહુચરાજી સ્મશાન ગઈ હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિવારજનોને સ્થાનિક રહીશોને એક જ માગણી હતી કે આરોપીઓને કડક સજા થાય તેમજ ફરજમાં નિષ્કાળથી દાખલનાર પોલીસ સામે પણ દાખલો બેસે તેવી કાર્યવાહી થાય.


Google NewsGoogle News