Get The App

કડજોદરામાં વિદેશી દારૃનું મોટું કટિંગ પકડાયું : ૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
કડજોદરામાં વિદેશી દારૃનું મોટું કટિંગ પકડાયું : ૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image


દહેગામમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો સપાટો

દહેગામના વકિલ સહિત ત્રણ પકડાયા ઃ૧૫ આરોપીઓની શોધખોળ ઃ વિદેશી દારૃની કુલ ૭,૭૬૯ બોટલ કબ્જે કરાઇ

ગાંધીનગર : હાલમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે વિદેશી દારૃ ઠલવવામાં આવી રહ્યો છે ત્યારે દહેગામના કડજોદરામાં વિદેશી દારૃનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમીના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને વિદેશી દારૃની ૭,૭૬૯ બોટલ સાથે છ વાહનો પકડી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ૧૫ની શોધખોળ શરૃ કરવામાં આવી છે. કુલ ૯૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૃ કરાઇ છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવ્યો છે. ત્યારે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે રાજ્યમાં દારૃ ઠલવાઇ રહ્યો છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં સબ સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં વિલમ અમરતલાલ ઉર્ફે પોપટલાલ વ્યાસ રહે. હિંમતનગર તથા હિસેન ઉર્ફે બાટલા ઇસ્માઇલ ધોળકાવાળા રહે. અમદાવાદ અને ગુણવંતરાય લાભશંકર મહેતા રહે. મકાન નં. ૨૯, લબ્ધી સોસા. નહેરૃચોક, દહેગામ મળતીયાઓ મારફતે ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો મંગાવીને કટીંગ કરાવી રહ્યા છે. જે બાતમીના પગલે અહીં દરોડો પાડતા ત્યાં હાજર વ્યક્તિઓમાં દોડધામ મચી ગઇ હતી. જો કે, પોલીસે સ્થળ ઉપરથી આ ત્રણેય વ્યક્તિઓને ઝડપી લીધા હતા તથા ત્યાં હાજર ટ્રકમાંથી વિદેશી દારૃની ૭,૭૬૯ બોટલ તેમજ છ વાહનો, સાત મોબાઇલ સહિત કુલ ૯૮.૯૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય ડ્રાઇવર અને ક્લિનર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ઝડપાયેલા ગુણવંત લાભશંકર મહેતા સામે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ ગુના દાખલ થયા છે જે વ્યવસાયે વકિલ હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે, આ મામલે એસએમસી દ્વારા રખિયાલ પોલીસ મથકમાં ગુનો નોંધાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News