Get The App

સેક્ટર-૧૧માં પાર્ક થયેલી કારમાં કાચનું રબર કાઢી લેપટોપની ચોરી

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
સેક્ટર-૧૧માં પાર્ક થયેલી કારમાં કાચનું રબર કાઢી લેપટોપની ચોરી 1 - image


ગાંધીનગરમાં તસ્કરોનો તારખાટ યથાવત

સે-૪ના યુવાનની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તસ્કરોની શોધખોળ શરૃ કરાઈ

ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સેક્ટર ૧૧માં કોમશયલ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી કારમાં કાચનું રબર કાઢીને તેમાંથી ૨૫,૦૦૦ના લેપટોપની ચોરી કરી લેવામાં આવી છે. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની સાથે અન્ય નાની-મોટી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે શહેરના સેક્ટર ૧૧માં પાર્ક કરવામાં આવેલી કારમાંથી લેપટોપની ચોરીની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર ૪ ખાતે રહેતા મૂળ દાહોદના યુવાન અતુલ મગનભાઈ ડામોર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તે સેક્ટર ૨૫ જીઆઈડીસીમાં નોકરી કરે છે અને રાત્રિના સમયે સમયે ડોમીનોઝ પીઝામાં પણ પાર્ટ ટાઈમ કામ કરે છે.ગત તા. ૩૦ મી ડિસેમ્બરની રાતે અતુલ તેની કાર લઈને લઈ સેકટર - ૧૧માં આવેલા ડોમિનોઝ પીઝામાં નોકરી ઉપર ગયો હતો. એ વખતે તેણે પોતાની કાર હોટલ હવેલી સામેના ભાગે પાર્ક કરી હતી. બાદમાં રાતના ત્રણેક વાગે નોકરી પૂર્ણ થતાં અતુલ પોતાની કાર પાસે ગયો હતો અને જોયું તો પાછળના દરવાજાના કાચનું રબ્બર કાઢી નાખેલી હાલતમાં હતું. જેથી કઈ અજુગતું થયાનો અંદાજ આવતા તેણે કારમાં તપાસ કરતા લેપટોપની બેગની ચેન ખુલ્લી હતી અને તેમાંથી ૨૫ હજારની કિંમતનું લેપટોપ મળી આવ્યું ન હતું. જોકે ઓફીસમાં કે ઘરે લેપટોપ ભૂલી ગયાનું માનીને તેણે ફરિયાદ કરી ન હતી પરંતુ આજદીન સુધી કામના સ્થળ તેમજ ઘરે શોધખોળ કરવા છતાં લેપટોપનો ક્યાંય પત્તો નહીં લાગતાં આખરે ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી પણ તપાસવાનું શરૃ કર્યું છે.


Google NewsGoogle News