વેરાવળ નજીક ખેત જમીનમાં અનધિકૃત કબજો જમાવનાર સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
વેરાવળ નજીક ખેત જમીનમાં અનધિકૃત કબજો જમાવનાર સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો 1 - image


અમદાવાદના વેપારીએ 8  વીઘા જમીન ખરીદી હતી પ્રભાસપાટણ પોલીસે ભાલપરાના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી

વેરાવળ, : અહીં તાલાલા ચોકડી વિસ્તારમાં અમદાવાદના એક વેપારીએ ખરીદેલી આઠ વીઘા ખેતીની જમીનનો કબજો ખાલી ન કરનાર સામે ફરિયાદ થતા પોલીસે  લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની વધુ વિગત મુજબ અમદાવાદના વેપારી ગ્યાનચંદ ભાનુશાળી અને તેના પરિવારે વેરાવળની તાલાલા ચોકડી પાસે 8 વીઘા ખેતીની જમીન લીધેલી હતી. આ જમીન પર ભાલપરાના હીતેશ પટાટે કબજો કર્યો હતો. જે ખાલી કરવા અનેકવાર વિનંતી કરવા છતાં તે ખાલી કરતો ન હતો. હવે આ જમીન પોતાની માલિકીની નથી એવી જાણ હોવા છતાં જમીન ખરીદનારને જમીનમાં પ્રવેશ કરવા દેતો ન હતો. તેમજ ધામધમકી આપતો હતો. આખરે આ વેપારીએ ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી કાર્યવાહીની માગણી કરતા કલેકટરે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આથી પોલીસે ભાઈપરાના હીતેશ પટાટ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. હવે તેની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. 


Google NewsGoogle News