નડિયાદમાં પાલિકા ભાજપના પૂર્વ કાઉન્સિલર ગીતાબેન તળપદા સહિત 21 વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ
નડિયાદ ફતેપુરા રોડ પરની જમીન પચાવી પાડવા મુદ્દે
ભાજપના કાર્યકર્તા ચંદ્રેશ જશાભાઈ તળપદા પણ આરોપી, માલિકોને જમીનમાં પ્રવેશવા નહીં દેતા કલેક્ટરના હુકમ બાદ ફરિયાદ
નડિયાદ અમદાવાદી બજાર ભાવસારવાડમાં રહેતા ગૌરાંગભાઈ ચીમનભાઈ કાપડીયાના દાદા હરજીવનદાસ આણંદજી કાપડીયાની માલીકીની નડિયાદ ચકલાસી પાર્ટી સીમ સર્વે નં. ૧૦૬૨/૧ જેનું ક્ષેત્રફળ ૦૧-૦૬-૨૪ જે વડીલો પાર્જીત જમીન આવેલી છે. સાદા વીલમાં નામ હોવાથી દાદાનું ૧૯૮૮માં અવસાન થયા બાદ વ્હીલના આધારે ગૌરાંગભઆઈએ માલિક તીરેક પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. ગૌરાંગભાઈને આ વિસ્તારમાં વડીલોપાર્જીત મળેલી આશરે ૧૮૦ ગુંઠા જેટલી જમીનની બાજુમાં મનુભાઈ માધાભાઈ તળપદા રહે. નડિયાદની સર્વે નં.૧૦૬૫વાળી જમીનમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર ગીતાબેન મનોજભાઈ તળપદા તેમજ ભાજપના કાર્યકર્તા ચંદ્રેશભાઈ તળપદા સહિત ૨૧ શખ્સો (તમામ રહે. નડિયાદ, બાબુ અમરાનો ચોતરો, ફતેપુરા રોડ ચકલાસી ભાગોળ)એ પાકા મકાનો બનાવીને રહે છે.
આ તમામ ઈસમો ગૌરાંગભાઈ કાપડીયાની સંયુક્ત માલિકીની જમીન તેઓની માલીકીની હોવાનું જાણવા છતા આશરે છેલ્લા ૨૦ વર્ષથી ઉપરોક્ત ઇસમો ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના હેતુથી જમીનના સંયુક્ત માલીકોને જમીનમાં પ્રવેશવા દેતા નથી. આ ઈસમોએ જમીન પચાવી પાડવાના હેતુથી જમીનમાં કાચા ઝુંપડા બનાવ્યા હોય આ બાબતે લેન્ડ ગ્રેબીંગ કાયદા મુજબ ૧૩ મે, ૨૦૨૪ના રોજ કલેકટરને ફરિયાદ કરી હતી. જે બાબતે કલેકટરે ૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ હુકમ કરતા ગૌરાંગભાઈ ચીમનભાઈ કાપડિયાએ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને કાર્યકર્તા સહિત ૨૧ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે.
મકાનો બનાવ્યા તે જમીન પણ ગેરકાયદેસર હડપી
આ સમગ્ર મામલે હાલ આ ઈસમોએ સર્વે નં.૧૦૬૫ વાળી મનુભાઈ માધાભાઈ તળપદાની જગ્યામાં પાક્કા મકાનો બનાવી વસવાટ કરે છે. જે મામલે પણ મનુભાઈ સતત કોર્ટ અને કચેરીઓની રાહે પોતાની આ જમીન ખાલી કરાવવા માટે લડત ચલાવી રહ્યા છે. જેના કારણે કોર્ટના આદેશ બાદ આ જમીનની ૭/૧૨માં પણ આ ઈસમો દ્વારા બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો આદેશ છે. છતાં તંત્ર દ્વારા આ બાંધકામો દૂર ન કરાવાતા હોવાના આક્ષેપ ઉઠયા છે.
કયા ૨૧ શખ્સો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો
ગીતાબેન મનોજભાઈ તળપદા (નડિયાદ પાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર), ચંદ્રેશભાઈ જશભાઈ તળપદા (ભાજપના કાર્યકર્તા), ભયજીભાઇ બાબુભાઇ તળપદા, વિઠ્ઠલભાઈ બાબુભાઈ તળપદા, પુનમભાઈ બાબુભાઈ તળપદા, પ્રવિણભાઇ પુનમભાઈ તળપદા, , રાજુભાઈ જશભાઈ તળપદા, મુકેશભાઇ ભઈજીભાઈ તળપદા, કિરણ દેસાઇભાઈ તળપદા, સંજયભાઇ દેસાઇભાઇ તળપદા, ગગનભાઈ દેસાઇભાઈ તળપદા, અજીતભાઈ પી.તળપદા, મનોજભાઈ દેસાઈભાઈ તળપદા, દિલીપ મંગળભાઈ તળપદા, ભોલાભાઈ દેસાઈભાઈ તળપદા, શાંતાબેન વિઠલભાઈ તળપદા, કોકીલાબેન ભયજીભાઈ તળપદા, મિનાબેન પ્રવિણભાઈ તળપદા, સુરેશભાઈ પુનમભાઈ તળપદા, વિજયભાઈ મનોજભાઈ તળપદા તથા લીલાબેન મંગળભાઈ તળપદા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.