અંજારની ગૌચરમાં નીમ થયેલી જમીન ખોટી રીતે ખાનગી પાર્ટીના નામે કરાઈ
કચ્છમાં પાંચ લાખ એકર ગૌચર જમીન ઉપર દબાણના આક્ષેપો
નાયબ કલેકટરનેે દોઢ વર્ષ પહેલા નોંધો રદ કરવાની માંગણી ધ્યાને ન લેવાતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
અંજારની સીમની ગૌચર જમીન સર્વે નં. ૧૦૦૪ એકર રર-૧૬ ગુંઠાવાળી જમીન ૧૯૭૩માં ગૌચર માટે નીમ થયેલી છે જે જમીન આજે પણ ગૌચર તરીકે ૭/૧ર ૮અમાં બોલે છે. આ જમીનમાં ખોટી રીતે કોઈપણ સક્ષમ અધિકારીના હુકમ વિના નોંધ નંબર ૧૭૧૪ વાળી થી ૧૯૯૧માં આ ગૌચરવાળી જમીન કિશોર દાના પટેલ, ભોગીલાલ દાના પટેલ અને નીશાબેન ભોગીલાલ પટેલના નામે ૧૦૦૪/૧, ૧૦૦૪/ર, ૧૦૦૪/૩ તરીકે આ જમીન હાલની બજાર કિંમત ર૦૦ કરોડ જેટલી થાય તેમ છે. નવાઈની વાત એ છે કે ૧૦૦૪ સર્વે નં. વાળી જમીન આજે પણ ગૌચર તરીકે ૭/૧ર ઉપલબ્ધ છે અને એક જ જમીનના બીજા ૭/૧ર કેમ બની શકે ? તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુુંબલે ઉઠાવ્યો હતો.
સરકાર અને વહીવટીતંત્રની જવાબદારી અને ફરજ હતી કે ગૌચર જમીનમાં દબાણ ધ્યાનમાં આવે અથવા કોઈ ગડબડ ધ્યાને આવે તો આવી જમીનોને સુઓમોટો અને ગૌચર જમીન મુક્ત કરાવવી જોઈએ જેના બદલે નાયબ કલેકટરન અંજાર દ્વારા કોઈપણ અભ્યાસ કર્યા વિના ખોટી નોંધો મંજૂર થઈ હતી તે રદ કરવાના બદલે કોઈપણ જાતની તપાસ કર્યા વિના એકતરફી અમારી ૬પ, ૬૬, ૬૮/ર૦ર૩ વાળી અપીલ જ દાખલ કરે નહીં એના પરથી જણાઈ રહ્યું છે કે કચ્છમાં ગૌચર જમીનોના દબાણ દૂર કરવા માટે સરકારના અધીકારીઓને જરાપણ રસ નથી.
આ બાબતની ગંભીરતા એ છે કે દબાણકારોએ અંજાર સીમ સર્વે નં. ૧૦૦૪ ગૌચર જમીન પર દબાણ કર્યું છે સાથે સાથે મેઘપર સિમના સર્વે નં. ૧૬૦ સરકારી જમીન ઉપર પણ દબાણ કર્યું છે જે જમીનના દબાણ સામે અમે લેન્ડ ગ્રેબીંગ એકટ-ર૦ર૦ તળે અરજી કરી હતી. જમીનની સરકારી ખર્ચે માપણી ન કરાવાય તો અમે અમારા સ્વખર્ચે માપણી ફી ભરવાની સહમતી આપી તેમ છતાં ડીઆઈએલ મારફતે માપણી કરાવી નથી. દબાણકારોને ફાયદો અપાવવા એકતરફી રીતે તમે ત્રાહિત વ્યક્તિ છો એટલું કહી અપીલ જ દોઢ વર્ષ બાદ કાઢી નાખવામાં આવી.
અમારી અપીલ નામંજુર કરતા નછૂટકે જીલ્લા કલેકટર કચ્છ પાસે ૧૦૮/૬ હેઠળ નાયબ કલેકટર-અંજારના હુકમ સામે અપીલ દાખલ કરવાની ફરજ પડી છે. વધુમાં આક્ષેપ કર્યો હતો કે અંજાર સીમમાં રપ૦૦ એકર જેટલી જમીન ગૌચર તરીકે નીમ થયેલી છે જેનો અતોપતો મળતો નથી ત્યારે કલેકટર-કચ્છ ગંભીરતાથી સુઓમોટો તળે માપણીઓ ૧પ-માસીક કાર્યક્રમમાં થઈ ગઈ છે તે જમીનો ખુલી કરાવે.
કચ્છમાં અત્યારે પ લાખ એકર જેટલી ગૌચર જમીનો પર ભાજપના નેતાઓ-મળતીયાઓ દબાણ કરેેલંુ છે જે પણ તાત્કાલિક ગૌચર ખુલી કરવામાં આવે તેવી માગ કોંગ્રેસ અવગ્રણીએ કરી હતી. અંજાર સીમની રપ૦૦ એકર જેટલી ગૌચર જમીન ખુલી કરવામાં નહીં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ પીટીશન દાખલ કરી અધિકારીઓ-મહેસુલ વિભાગને પક્ષકાર બનાવાશે તેવી ચીમકી કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ આપી હતી.