Get The App

ગુજસીટોકના ભંગના ગુનામાં લાલુ જાલીમની જામીનની માંગ ફરી નકારાઇ

અગાઉ જામીન નકારાયા બાદ ફરીવાર અરજી સંદર્ભે બદલાયેલા સંજોગો કે ગુણદોષમાં કોઈ મહત્વનો ફેરફાર થયા નથીઃકોર્ટ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News


ગુજસીટોકના ભંગના ગુનામાં લાલુ જાલીમની જામીનની માંગ ફરી નકારાઇ 1 - image

 સુરત

અગાઉ જામીન નકારાયા બાદ ફરીવાર અરજી  સંદર્ભે બદલાયેલા સંજોગો કે ગુણદોષમાં કોઈ મહત્વનો ફેરફાર થયા નથીઃકોર્ટ

     

સુરત ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં જેલભેગા કરેલા આરોપી અમિત ઉર્ફે લાલુ જાલીમનાઅગાઉ ચાર્જશીટ બાદ જામીન નકારાયા બાદ વધુ એકવાર કરેલી જામીન ની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વી.કે.વ્યાસે નકારી કાઢી કેસના ગુણદોષ કે સંજોગોમાં કોઈ મહત્વનો ફેરફાર ન થયા હોવાનો નિર્દેશ આપ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાંચે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ( ગુજસીટોક) એક્ટના ભંગ બદલ 39 વર્ષીય આરોપી અમિત ઇર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંગ રાજપુત (રે. રિલાયન્સ નગર,ગુ.હા.બોર્ડ,અમરોલી)ને જેલભેગો કર્યો હતો.અગાઉ ચાર્જશીટ બાદ આરોપી લાલુ જાલીમે કરેલી જામીનની માંગને ગત્ ઓક્ટોબર-2010માં કોર્ટે નામંજુર કર્યા બાદ વધુ એકવાર જામીનની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે જણાવ્યું હતું કે ગુજસીટોક એક્ટ હેઠળ છેલ્લાં દશ વર્ષમાં તેની સામે નોંધાયેલા ગુના ધ્યાને લેવાના હોઈછે.ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યા પછી તેની સામે કતારગામ પોલીસમાં નોધાયેલા એકમાત્ર ગુનામાં આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો છે.આરોપીની ગુનાઈત પ્રવૃત્તિ કાયદો અમલમં આવ્યા પછી ચાલુ રહેતી નથી.વ્યારા પોલીસમાં પણ આરોપી સામે હત્યા હત્યાનો પ્રયાસ સહિતના ગુનો દાખલ નોંધાયો હતો.પરંતુ તેમાં મુખ્ય આરોપીને આશ્રય આપ્યો હોવાનો આક્ષેપ હોઈ જામીન મુક્ત કરવામાં આવ્યા છે.આરોપી સ્થાનિક રહીશ હોઈ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ક્રાઈમ બ્રાંચના એસીપી બી.પી.રોજીયાની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યુ ંહતું કે આરોપીના જામીન અગાઉ નકારાયા બાદ કેસના ગુણદોષ કે સંજોગોમાં કોઈ મહત્વનો ફેરફાર થયો નથી.આરોપીએ હાઈકોર્ટમાં કરેલી જામીનની માંગ નકારાય તેમ હોવાનું જાણીને વીથ ડ્રો કરી છે.જેથી હાલના આરોપીન જામીન રદ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપી લાલુ જાલીમના વધુ એકવાર જામીનની માંગને નકારી કાઢી છે.


suratcourt

Google NewsGoogle News