ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલા કુખ્યાત લાલુ જાલીમે ખંડણીના પૈસાથી ખરીદેલી લક્ઝુરીયસ કાર સહિત બે કાર કબજે
વતન યુ.પી જોનપુરથી ગેંગ ઓપરેટ કરતો હતો
જુલાઈમાં ગેંગ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી
- વતન યુ.પી જોનપુરથી ગેંગ ઓપરેટ કરતો હતો
- જુલાઈમાં ગેંગ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી
સુરત, : સુરતમાં ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત લાલુ જાલીમે ખંડણીના પૈસામાંથી ખરીદેલી એક લક્ઝુરીયસ કાર સહિત રૂ.16.20 લાખની કિંમતની બે કાર ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર-જિલ્લા અને તાપી પોલીસના ચોપડે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ, અપહરણ જેવા 94 ગુનામાં સામેલ અને વતન યુ.પી જોનપુરથી ગેંગ ઓપરેટ કરતા કુખ્યાત લાલુ જાલીમ અને તેની ગેંગના 11 સાગરીતો વિરુદ્ધ જાન્યુઆરી 2021 માં ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ ગત જુલાઈ 2021 માં અમીત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસીંગ રાજપુત ( રહે.મકાન નં.122, રિલાયન્સ નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરોલી, સુરત. મુળ રહે.મહેન્દરૂ, જી.જોનપુર, ઉત્તરપ્રદેશ ) ને વારાણસીથી ઝડપી લીધો હતો.
હાલ જેલવાસ ભોગવી રહેલા લાલુ જાલીમ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે ખંડણીના પૈસામાંથી કાર ખરીદી છે.આથી ક્રાઈમ બ્રાન્ચે આજરોજ તેણે ખરીદેલી રૂ.14 લાખની ફોરચ્યુનર કાર( નં.જીજે-05.જેએલ-8905 ) અને રૂ.2.20 લાખની આઈ-20 કાર ( નં.જીજે--01-એચવી-2450 ) કબજે કરી હતી.આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ લાલુ જાલીમની અન્ય મિલ્કતો પણ ટાંચમાં લઈ કાર્યવાહી કરશે.