Get The App

લાલપુરની 108ની ટીમની સરાહનીય કામગીરી : શ્રમિક મહિલાના જોડિયા બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
લાલપુરની 108ની ટીમની સરાહનીય કામગીરી : શ્રમિક મહિલાના જોડિયા બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ 1 - image


Jamnagar 108 Emergency Ambulance : જામનગર જિલ્લાના લાલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરકારી હોસ્પીટલમાં એક શ્રમિક મહિલા (ઉંમર વર્ષ 25) જેઓ સગર્ભા હોય તેમને પ્રસુતિની પીડા ઉપડતાં સરકારી હોસ્પીટલ દ્વારા 108માં કોલ કરવામાં આવ્યો હતો.

લાલપુર 108 એમ્બ્યુલન્સ પર ફરજ પરના ઈ.એમ.ટી. આલાભાઈ ડાંગર અને પાઈલોટ અરજનભાઈ રાડા એ મહિલાને લેવા માટે સમય બગડ્યા વિના નિકળી ગયા હતા. આ મહિલાને એમ્બ્યુલન્સમાં લીધા બાદ તપાસ કરતાં આ સગર્ભા માતાને પ્રસૂતિની પીડામાં ખૂબજ વધારો થવાથી આ મહિલાને રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી, જેને બે બાળકો હોવાની ખબર પડતાં આ મહિલા ખૂબજ જોખમી જણાતા 108 હેડઓફિસના ઇમરજન્સી ફિજીસિયન ડો.મિલન અને ડો.અતુલની સલાહથી આ મહિલાની ઈ.એમ.ટી. આલાભાઈ ડાંગર દ્વારા એક બાળક પછી બીજા બાળકની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. 

પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને બંને બાળકને જામનગરની જી.જી. હોસ્પિટલમાં  સીફ્ટ કરવામાં આવ્યા હતાં, આમ અતિ જોખમી ગણાતી પ્રસૂતિમાં 108ના સ્ટાફે નોર્મલ ડિલિવરી કરાવતા માતા અને બંને બાળકનો જીવ બચ્યો હતો, દર્દીના સગાએ 108 ના સ્ટાફને બિરદાવ્યો હતો. 


Google NewsGoogle News