Get The App

વિશ્વામિત્રીમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણીનો વેડફાટ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રીમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણીનો વેડફાટ 1 - image


Vadodara : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી વર્ષો જૂની ફાજલપુર થી આવતી પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભંગાણ પડ્યું હતું તેનું સમારકામ આજે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ભંગાણને કારણે લાખો લીટર પાણી નદીમાં વહી જતું હતું. 

વડોદરા શહેરની પ્રજાને વાસદ મહીસાગર નદીમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે ફાજલપુર ફ્રેન્ચવેલ માંથી વડોદરા સુધી આવતી પાણીની મુખ્ય લાઈન કેટલીક જગ્યાએ વિશ્વામિત્રી નદીમાંથી પણ પસાર કરવામાં આવી છે ત્યારે પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ પડ્યું હતું જેને કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના સત્તાવાળાઓના ધ્યાન પર આવતા આજે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી હતી અને સમારકામ વહેલી તકે પૂરું થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા અને પાણીની લાઈન પર નું ભંગાણ સમારકામ શરૂ કર્યું છે જે મોડી સાંજ સુધી ચાલશે તેમ જાણવા મળે છે.



Google NewsGoogle News