લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મેનેજમેન્ટના ઠાગાઠૈયા : મહિલાઓને સુરક્ષાનો અભાવ, છેડતી તથા મારામારીના દ્રશ્યો
image : socialmedia
Lukshmi Vilas Palace Heritage Garba : લક્ષ્મી વિલાસ હેરિટેજ ગરબાના મોટા પાયે કરાયેલા આયોજનમાં ઠાગાઠૈયા સામે આવ્યા છે. ગરબા રમવા આવતી યુવતીઓની સુરક્ષા સહિતની તમામ બાબતોમાં એલ.વી.પીનું સંપૂર્ણ મેનેજમેન્ટ ખાડે ગયું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે એલ.બી.પીના ગરબામાં જ યુવતીઓની છેડતી પણ થઈ મારા મારીના દોસ્તો સર્જાયા અને મેનેજમેન્ટ દ્વારા પાસ બાબતે પણ યુવતીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી યુવતીઓનો એલ.બી.પી ગરબા આયોજકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લઈ આવતા મોટી સંખ્યામાં ગરબે ઘૂમવા માટે અલગ-અલગ ઘરમાં મેદાન ઉપર ઉમટી પડતા હોય છે. ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં નવા વિવાદો સામે આવી રહ્યા છે. ગઈકાલે 4 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે યુવકો અને મહિલાઓના બે ગ્રુપો મેદાનમાં ગરબા રમી રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર બંને ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન વાત એટલી હદે વધી ગઈ હતી કે બંને ગ્રુપની યુવતીઓ તથા યુવકો સામસામે આવી ગયા હતા અને મારામારી કરવા લાગ્યા હતા. એક તબક્કે લક્ષ્મી વિલાસ પેલેસ ગરબાનું ગ્રાઉન્ડનું મેદાન હોય તેમ સામે લોકો છૂટા હાથની મારામારી કરતા નજરે પડ્યા હતા. કેટલાક યુવક યુવતીઓને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાહેરમાં મેદાન પર મારામારીના દ્રશ્યો સર્જાયા હોવા છતાં એલ.વી.પી ગરબા આયોજક સહિત લોકોની ગંભીર બેદરકારી સામે આવી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મારામારીનો મામલો રાવપુરા પોલીસ માતા કે પહોંચ્યો હતો. પરંતુ હજુ સુધી રાવપુરા પોલીસે ફરિયાદ કેમ્પ નોંધી નથી તેઓ સવાલ ઊભો થયો છે. રાવપુરા પોલીસે ગરબાની બદનામી ન થાય તેના માટે પ્રયત્નો હોતી નથી તેવા અનેક સવાલો પોલીસ સામે જ ઊભા થઈ રહ્યા છે.
યુવતી રૂપિયા ચૂકવી દીધો હોવા છતાં વધારાના હજાર રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ
નવરાત્રિના તહેવારને લઈને સમગ્ર વિશ્વ જગતજનનીમા જગદંબાની આરાધનામાં લીન છે ત્યારે મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં દીકરીઓ સાથે ઉદ્ધત વર્તન થતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઉતરતી કક્ષાના પાસ અને રિબનને પરિણામે મેનેજમેન્ટ દ્વારા દીકરી સાથે ગેરવર્તન કરાઇ રહ્યું હોવાનું વીડિયોમાં દેખાય છે. એક તરફ રાધિકારાજે ગાયકવાડ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે પરંતુ અહીં એમના જ મેનેજમેન્ટના બેવડાં વલણનો ભાંડો ફૂટી જવા પામ્યો છે. યુવતી રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં દીકરી પાસે આઇ એલ.વી.પી દ્વારા વધારાના 1000 રૂપિયાની માંગણી કરતા હતા. જેના કારણે ગરબે રમવા આવતી યુવતીઓમાં ભારે નારાજગી સાથે રોશ ફેલાયો છે.
એલ.બી.પીમાં ગરબે ઘૂમતી યુવતીની છેડતી કર્યો કીસ્સો સામે આવ્યો
લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં આયોજકોની સદંતર બેદરકારી સામે આવી રહી છે. બસ એલ.વી.પીના મેનેજમેન્ટને માત્ર રૂપિયા રડી લેવામાં રસ હોય તેમ ખેલૈયાઓને સુરક્ષા માટે કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. 4 ઓક્ટોબરના ગરબા રમતી વેળા અન્ય ગ્રુપના યુવક દ્વારા ગરબા રમતી વખતે જ યુવતીની છેડતી કરતા મામલો હતો. સામાન્ય ગરમા ગરમી પણ થઈ ગઈ હતી. જેના કારણે યુવતીના સંબંધો સહિતના લોકો રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પરંતુ અંતે બંને પાર્ટીઓએ સમાધાન કરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.