Get The App

આળસું જીવન આરોગ્ય માટે જોખમી, WHOનો ચિંતાજનક રિપોર્ટ, જાણો કઈ કઇ બીમારીઓનાં જોખમ

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
આળસું જીવન આરોગ્ય માટે જોખમી, WHOનો ચિંતાજનક રિપોર્ટ, જાણો કઈ કઇ બીમારીઓનાં જોખમ 1 - image


WHO Reports |  વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજે જીનીવાથી જારી કરેલા એક પ્રેસ રીલીઝ મૂજબ વિશ્વમાં પુખ્તવયના (18 વર્ષ કરતા મોટી ઉંમરના) 180 કરોડ  લોકો ઉપર બેઠાડુ જીવનને લીધે ગંભીર રોગનો ખતરો છે. પુખ્તવયની દર ત્રણમાંથી એક વ્યક્તિ (31 ટકા) શરીર પાસે કરાવવી જોઈતી મહેનત કરતા નથી.આવા લોકોની ટકાવારીમાં ગત 12 વર્ષમાં 5 ટકાનો વધારો થયો છે. 

હૂ દ્વારા લોકોને એવી ભલામણ કરાઈ છે કે સ્ત્રી હોય કે પુરૂષ દરેક પુખ્તવયની વ્યક્તિએ  દિવસમાં અઢી કલાક (150 મિનિટ) ધીમી ગતિએ શ્રમ કરવો જોઈએ અથવા સવા કલાક સખત શારિરીક પરિશ્રમ  કરવો જોઈએ. જો આટલો સમય તે શ્રમ નથી કરતા તો તેના પર ઉપર કાર્ડિયોવાસ્ક્યુલર ડીસીઝ એટલે કે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક, ટાઈપ-2 ડાયાબીટીઝ, ડિમેન્શિયા અને ખાસ કરીને છાતી અને કોલનના કેન્સરનો ખતરો ઘણો વધી જાય છે. 

શ્રમનો વધારે અભાવ ધનિક દેશોમાં વધારે જોવા મળ્યો છે. તેમજ પુરૂષોમાં 29 ટકા અને સ્ત્રીઓમાં 34  ટકા પુરતો શ્રમ કરતા નથી. જ્યારે 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ જરૂરી શ્રમ જોવા મળતો નથી. આજે 'હૂ'એ ે જણાવ્યુંકે નવા સંશોધન મૂજબ પુરતો શારિરીક શ્રમ નહીં કરીને કેન્સર, હૃદયરોગોનું જોખમ ઘટાડવાની તેમજ માનસિક સ્વાસ્થ્ય સુધારવાની  તક ગુમાવાય છે.  ગુજરાતીમાં કહેવત છે સિધ્ધિ તેને જઈને વરે જે પરસેવે  ન્હાય, પણ વિશ્વના તજજ્ઞાોના આ છેલ્લા રિપોર્ટ  મૂજબ હવે કહેવું પડશે, સ્વાસ્થ્ય તેનું જળવાય જે પરસેવે ન્હાય. 



Google NewsGoogle News