Get The App

પોલીસે ડ્રાઇવરનું ઉપરાણું લઈ માર મારતા શ્રમિકે પેટ્રોલ છાંટી પોલીસ ચોકી સળગાવી

રોકડીયા હનુમાન ઓવરબ્રિજ નીચેની ચોકીના જવાનોએ મારતા શ્રમિક ઉશ્કેરાયો

ચોકીમાં પ્લાસ્ટીકની ખુરશી, ફ્લોરીંગ બળી ગયું : શ્રમિક અને તરુણને ઝડપી લેવાયા

Updated: Nov 8th, 2021


Google NewsGoogle News
પોલીસે ડ્રાઇવરનું ઉપરાણું લઈ માર મારતા શ્રમિકે પેટ્રોલ છાંટી પોલીસ ચોકી સળગાવી 1 - image


- રોકડીયા હનુમાન ઓવરબ્રિજ નીચેની ચોકીના જવાનોએ મારતા શ્રમિક ઉશ્કેરાયો

- ચોકીમાં પ્લાસ્ટીકની ખુરશી, ફ્લોરીંગ બળી ગયું : શ્રમિક અને તરુણને ઝડપી લેવાયા

સુરત, : સુરતના રોકડીયા હનુમાન ઓવરબ્રિજ નીચેની ટ્રાફિક ચોકીના જવાનોએ બીઆરટીએસના ડ્રાઇવરનું ઉપરાણું લઈ માર મારતા બ્રિજ નીચે રહેતા શ્રમજીવીએ એક તરુણ સાથે મળી શનિવારની રાત્રે ચોકીની બારીનો કાચ તોડી પેટ્રોલ નાંખી આગ ચાંપતા ચોકીમાં મુકેલી પ્લાસ્ટીકની ખુરશી અને ફ્લોરીંગનું સનમાઈકા બળી જતા રૂ.2 હજારનું નુકશાન થયું હતું. સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શ્રમજીવી અને તરુણને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રોકડીયા હનુમાન ઓવરબ્રિજ નીચે આવેલી ટ્રાફિક ચોકીમાં શનિવારે મોડીરાત્રે કોઈકે આગ લગાડી છે તેવી જાણ ત્યાં હાજર હેડ કોન્સ્ટેબલ હરેશભાઇએ ટ્રાફિક શાખા રીજીયન 1 સેમી સર્કલ 10 ના ઇન્ચાર્જ એએસઆઈ ગોવિંદભાઈ જાતરીયાભાઈને કરતા તે ત્યાં દોડી ગયા હતા. તેમણે ચોકી ખોલી જોયું તો પાછળની ભાગની બારીનો કાચ તૂટેલો હતો અને જવલનશીલ પ્રવાહીને લીધેલી લાગેલી આગમાં ચોકીમાં મુકેલી પ્લાસ્ટીકની ખુરશી અર્ધબળેલી હાલતમાં હતી જયારે ફ્લોરીંગનું સનમાઈકા બળી જતા રૂ.2 હજારનું નુકશાન થયું હતું. આ અંગે ગોવિંદભાઈએ ઉપરી અધિકારીઓને જાણ કર્યા બાદ બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ડ્રાઇવરનું ઉપરાણું લઈ માર મારતા શ્રમિકે પેટ્રોલ છાંટી પોલીસ ચોકી સળગાવી 2 - image

સલાબતપુરા પોલીસે એફએસએલની મદદ લેતા સ્પષ્ટ થયું હતું કે પેટ્રોલ નાંખી આગ લગાડવામાં આવી હતી. નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસતા બે યુવાન ચોકીની પાછળનો કાચ તોડી પેટ્રોલ નાખી આગ ચાંપતા નજરે ચઢ્યા હતા. તેના આધારે સલાબતપુરા પોલીસે બ્રિજ નીચે રહેતા શ્રમજીવી સંદીપ મોરે અને એક તરુણને ઝડપી પાડી પુછપરછ કરતા સંદીપે જણાવ્યું હતું કે શનિવારે બપોરે તેની બીઆરટીએસ બસના ડ્રાઈવર જોડે માથાકૂટ થઈ હતી. તે ડ્રાઈવરે ટ્રાફિક ચોકીમાં હાજર પોલીસ જવાનોને ફરિયાદ કરતા પોલીસ જવાનોએ ડ્રાઇવરનું ઉપરાણું લઈ માર માર્યો હતો. આથી તેનો બદલો લેવા તેણે રાત્રે પોલીસ જવાનો ચોકી બંધ કરી ગયા ત્યાર બાદ તરુણ સાથે મળી આગ લગાડી હતી.


Google NewsGoogle News