Get The App

Kutch Lok Sabha 2024 Result: કચ્છ લોકસભા બેઠક પર ફરી ખીલ્યું કમળ, વિનોદ ચાવડાની 2.40 લાખ મતથી જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
Kutch Lok Sabha 2024 Result: કચ્છ લોકસભા બેઠક પર ફરી ખીલ્યું કમળ, વિનોદ ચાવડાની 2.40 લાખ મતથી જીત 1 - image


Kutch Election Constituency Result 2024 : લોકસભા ચૂંટણી 2024નું આજે 4 જૂનના રોજ પરિણામો જાહેર થઈ ગયા છે. ગુજરાત લોકસભા કચ્છની બેઠક પર ફરી કમળ ખીલ્યું છે. આ વખતે ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત રિપીટ કર્યા હતા. છેલ્લા 10 વર્ષોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. અને આ વખતે પણ તેમણે કચ્છની લોકસભા બેઠક પર શાનદાર જીત મેળવી છે. 

ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી ગણાતી કચ્છ લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. આજે એટલે કે 04 જુન 2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં વિનોદ ચાવડાએ 2.40 લાખની સરસાઈથી જીત હાંસલ કરી છે.

કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 5,72,488 ટોટલ મત મળ્યા છે. જ્યારે વિપક્ષ ઉમેદવાર નીતેશ લાલનને 3,33,460 મત મળ્યા છે. વિનોદ ચાવડાએ 2.40 લાખના માર્જિનથી જીત મેળવી છે. 

વિનોદ ચાવડા છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા 

લોકસભાની ગુજરાતની 26 બેઠકો પૈકી કચ્છ બેઠક વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી છે અને ક્રમ પ્રમાણે પણ પહેલી છે. આ બેઠક લગભગ અઢી દાયકા જેટલા સમયથી ભાજપનો ગઢ રહી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલા ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ભાજપે કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાને રિપીટ કર્યા હતા, જ્યારે કોંગ્રેસે નવો ચહેરા ગણાતા યુવા નેતા નીતિશ લાલનને ટિકિટ આપી હતી. આ બેઠક પરથી વિનોદ ચાવડા છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા હતા, અને ફરી ભાજપે તેમના પર ત્રીજી વખત વિશ્વાસ મુક્યો હતો.

આ બેઠક પર 1952માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી

કચ્છમાં પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા સાંસદ તરીકે ચૂંટાયા હતાં. ગુજરાતમાં 26 પૈકી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબજામાં છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં નજર કરીએ તો કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2009માં પૂનમબેન જાટ ચૂંટાયા હતા. લોકસભા 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે હરી ગયા હતા. 2019માં ફરી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો હતો. 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીની હાર થઈ હતી. 

કચ્છ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 વખત ચૂંટણી યોજાઈ

કચ્છ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાંથી 7 વખત કોંગ્રસના ઉમેદવારને કચ્છ લોકસભા બેઠકની જનતાએ પ્રતિનિધિ કરવાનો મોકો આપ્યો છે. જ્યારે  8 વખત ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત એક-એક વખત સ્વતંત્ર પક્ષ અને જનતા પક્ષના ઉમેદવાર પણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ભાજપ તરફથી પ્રથમ વખત 1989ની ચૂંટણીમાં     બાબુભાઈ શાહ ચૂંટાયા હતા. જ્યારે આ બેઠક પરથી સૌથી વધુ વખત ભાજપના પુષ્પદાન ગઢવી સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 1996, 1998, 1999, 2004 એમ ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે



Google NewsGoogle News