Get The App

કચ્છઃ ધો.૧૨માં ૧૦ હજાર છાત્રો પાસ થયાં, જુદા-જુદા કોર્સમાં ૧૧૦૦૦ સીટ

- સારા માર્કસ લાવનાર બાળકોના એડમીશનની વાલીઓને ચિંતા નહીં સતાવે

- ગ્રેજ્યુએશન બાદ કચ્છ યુનિવર્સિટીના અનેકવિધ કોર્સ ઉપયોગીઃ સંશોધનક્ષેત્રે પણ આગળ વધી શકાય તેવી તક

Updated: May 13th, 2024


Google NewsGoogle News
કચ્છઃ ધો.૧૨માં ૧૦ હજાર છાત્રો પાસ થયાં, જુદા-જુદા કોર્સમાં ૧૧૦૦૦ સીટ 1 - image

ભુજ,રવિવાર

તા. ૯ મે ના રોજ ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેાથી, હવે વાલીઓ પણ સારા માર્કસ લાવનારા પોતાના બાળકો માટે સારા કાર્સમાં એડમીશન અપાવવા દોડાધામ કરી રહ્યા છે. કઈ કોલેજમાં એડમીશન લઈશું અને કયા કોર્સ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે તેવી ચર્ચા વિચારણા કરતા થઈ ગયા છે. ત્યારે, ધો.૧૨માં વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહના મળીને ૧૦૮૬૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે તેની સામે કચ્છ યુનિવર્સિટીમાં જુદા જુદા કોર્સમાં ૧૧ હજારાથી વધુ જગ્યાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.

કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિવિાધ પ્રકારના કોર્સિસમાં ૧૧૪૯૦ સીટો છે. બોર્ડના પરિણામ મુજબ સામાન્ય પ્રવાહમાં ૯૭૬૪  વિદ્યાર્થીઓ પાસ થયા છે અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૧૦૨  વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. કુલ અલગ અલગ પ્રવાહની સામે ૧૧૪૯૦ જગ્યાઓ હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ મનપસંદ કોર્સમાં પ્રવેશ મળી જશે તેવી શક્યતાઓ છે. માસ્ટર્સ કર્યા બાદ કચ્છમાં પીએચડી કરવા માટે પણ સારા સ્કોપ છે. એ ગુ્રપ વાળા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની વિવિાધ બ્રાંન્ચીસમાં પ્રવેશ મેળવી શકે છે. બીએસસી એગ્રીકલ્ચરનો પણ વિકલ્પ સારો છે. ગ્રેજયુએશન બાદ સંશોધન ક્ષેત્રે પણ આગળ વાધી શકાય છે. સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ શોર્ટ સર્વિસ કમિશનની પરીક્ષા આપીને ભારતીય સેનામાં જોડાઈ શકે છે. આ સિવાય બી ગુ્રપના વિદ્યાર્થીઓ એમબીબીએસ સિવાય ફાર્મસી, નર્સિંગ, ડીએમએલટી સહિતના વિવિાધ કોર્સિસમાં પણ પ્રવેશ મેળવીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે. વ્યવસાય લક્ષી સર્ટિ કોર્સ બન્યા પહેલી પસંદ વિદ્યાર્થીઓ હવે ધો.૧૨ પછી સ્નાતક થવાને બદલે વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ કોર્સને પહેલી પસંદગી આપી રહ્યા છે. જેમાં, એરકન્ડીશનર કોર્સ, સીએચસી કોર્સ, સેનેટરી ઈન્સ્પેકટર, ફાયરમેન, જર્નાલીઝમ, મોબાઈલ રીપેરીંગ, હાર્ડવેર સોફટવેર, રેફ્રીજરેશન, ટર્નર ડીઝમ મેકેનીકલ, લેબ ટેકનીશીયન, વાયરમેન, સર્વેયર, આર્કિટેક વિગરેની પસંદગી કરી રહ્યા છે. 


Google NewsGoogle News