ક્ષત્રિયોએ ભાજપ સ્ટાઈલથી બૂથ મેનેજમેન્ટ ગોઠવતાં ભાજપ ચોંક્યો, અહિંસક આંદોલનથી મૂંઝવણમાં
Lok Sabha Elections 2024: પરષોતમ રૂપાલાની ટિપ્પણીને લઈને સ્વમાનના મુદ્દે ક્ષત્રિયો રસ્તા પર ઉતર્યા છે. અત્યાર સુધીના આંદોલનમાં એવુ જોવા મળ્યું છે કે, ક્ષત્રિયોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. ક્ષત્રિયોના શાણપણને કારણે ભાજપ પણ અચાવક બન્યુ છે. એટલું જ નહીં, ભાજપ સ્ટાઈલથી બુથ મેનેજમેન્ટ ગોઠવતાં ભાજપ ચોંકી ઉઠ્યું છે.
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પણ વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારોએ બસો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, પોલીસ ગોળીબારમાં 10 થી વધુ પાટીદાર યુવાઓએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે પણ કયાંય છમકલું થયું નથી.
ક્ષત્રિય આંદોલન હિંસક બનવાની વાતો પોકળ પુરવાર થઇ
ક્ષત્રિય આંદોલન હિંસક બનશે અને ક્ષત્રિયો જેલમાં ધકેલાશે તેવી બધીય વાતો પોકળ પુરવાર થઇ છે. ભાજપની એકેય ચાલમાં ક્ષત્રિયો ફસાયા નથી. ક્ષત્રિયોએ આયોજનબધ્ધ રીતે અહિંસક આંદોલન કરીને સરકાર અને ભાજપને ચોંકાવી દીધા છે.
ક્ષત્રિયોનું આયોજનબધ્ધ રીતે અહિંસક આંદોલન
ક્ષત્રિયો આ વખતે આરપારની લડાઈના મૂડમાં છે. ભાજપે પત્રિકા થકી આંદોલન શાંત થયાની વાતો ફેલાવી છે પણ ક્ષત્રિયોએ સોશિયલ મીડિયાયાના માધ્યમથી આંદોલન પર પક્કડ જમાવી રાખી છે. હવે ભાજપને ચિંતા એછેકે, ક્ષત્રિયો મતદાનમાં ઓછુ નુકસાન કરે.
ક્ષત્રિયોએ કેસરી સાફા સાડી પહેરીને મતદાન કરવા અપીલ કરી
બીજી તરફ, ક્ષત્રિયોએ કેસરી સાફા સાડી પહેરીને મતદાન કરવા અપીલ કરી છે. ક્ષત્રિય પ્રભુત્વ વિસ્તારોમાં સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે પણ મતદાન કેન્દ્ર પર કોઈ ધાંધલ ધમાલ નહી કરવા ક્ષત્રિય સંકલ સમિતિએ ખાસ સૂચના આપી છે. આમ, ક્ષત્રિયોએ શિસ્તબદ્ધ રીતે આંદોલન કર્યું છે સાથે સાથે આ જ સ્ટાઈલથી મતદાન કરવા આયોજન કર્યું છે જેથી ભાજપના નેતાઓ 'ચિંતાતુર બન્યા છે.