Get The App

૬૪ લોકો સાથે ઠગાઇ કરનાર ક્રિપા ઓવરસિઝ કન્સલ્ટન્સીના સંચાલકની પાસામાં અટકાયત

કાર ભાડે લઇ છેતરપિંડી કરનાર તેમજ રીઢા ચોરની પણ પાસામાં અટકાયત કરાઇ

Updated: Mar 23rd, 2025


Google News
Google News
૬૪ લોકો સાથે ઠગાઇ કરનાર  ક્રિપા ઓવરસિઝ કન્સલ્ટન્સીના સંચાલકની પાસામાં અટકાયત 1 - image

વડોદરા, તા.23 વિદેશ મોકલવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ ખંખેરનાર ભેજાબાજ, કાર ભાડે લઇ છેતરપિંડી કરનાર તેમજ રીઢા ચોરની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવાયા છે.

આ અંગેની વિગત એવી છે કે ક્રિપા ઓવરસિઝ કન્સલ્ટન્સી નામની ઓફિસ ખોલી વિદેશમાં વર્ક પરમિટ તેમજ વિઝા અપાવવાની ખાત્રી આપી આશરે ૬૪ લોકો પાસેથી રૃા.૧.૫૭ કરોડની રકમ પડાવી છેતરપિંડી કરી હતી. ટ્રાવેર્લ્સની ટિકિટો તેમજ હોટલનું બુકિંગ કરાવવાના બહાને પણ લોકો પાસેથી મોટી રકમ પડાવી હતી. ક્રિપા ઓવરસિઝના સંચાલક ભાવેશ અરવિંદ ચૌહાણ (રહે.વ્રજ રેસિડેન્સી, ગોત્રી-સમતારોડ, મૂળ આનંદનગર, રાંદેર, સુરત) સામે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેનો જામીન પર છૂટકારો થતાં શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો હતો. તેની સામે વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત, પંચમહાલ અને ભરૃચમાં છેતરપિંડીના ગુના નોંધાયા  હતાં.

ઓનલાઇન એપ્લિકેશન દ્વારા કાર મેળવ્યા બાદ કારના માલિકો સાથે ઠગાઇ કરનાર ભેજાબાજ હિતેશ ગુલાબચંદ પ્રજાપતિ (રહે.કૃષ્ણધામનગર, અલવાનાકા, માંજલપુર) સામે પણ માંજલપુર, ડભોઇ, દાહોદ જિલ્લાના લીમડી ખાતે ગુના નોંધાયા હતાં. તેની પણ શહેર પોલીસે અટકાયત કરી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ મોકલી દીધો હતો. જ્યારે શહેરના સુભાનપુરા તેમજ ગોરવા વિસ્તારમાં ચોરી કરનાર રીઢા ચોર જીતસિંગ ઉર્ફે રણજીતસિંગ જરનેલસિંગ જુની સિકલીગર (રહે.ફોજીનગર, આજવારોડ)ની પણ પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જિલ્લા જેલમાં મોકલી દેવાયો હતો.



Tags :
dripaoverseasownerPasa

Google News
Google News