રાવણમાં દુષ્ટતા જ નહીં સારા ગુણો પણ હતા, જાણો દશેરા પહેલા રાવણ સાથે જોડાયેલી માન્યતાઓ
અમદાવાદ, તા. 03 ઓક્ટોબર 2022 સોમવાર
હિંદુ ધર્મમાં દશેરાનો તહેવાર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે દેશના ખૂણે-ખૂણે ખરાબનુ પ્રતીક મનાતા રાવણને સળગાવવાની પરંપરા ચાલી આવી રહી છે પરંતુ શુ તમને રામાયણના આ પ્રમુખ પાત્ર સાથે જોડાયેલા રોચક તથ્ય ખબર છે? શુ તમે જાણો છો કે આખરે રાવણને દશાનન કેમ કહેવામાં આવે છે. શુ તમને ખબર છે તમામ દુષ્ટતા બાદ પણ લંકાપતિ રાવણમાં અમુક એવી ખૂબીઓ પણ હતી જે આજે પણ લોકોને શીખ આપે છે.
રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. જેમણે મહાદેવને પ્રસન્ન કરવા માટે 10 વખત માથુ કાપીને ચઢાવ્યુ હતુ, પરંતુ દર વખતે ભગવાન શિવની કૃપાથી તેમની માથુ પાછુ જોડાઈ ગયુ ત્યારથી તેમને દશાનન કહેવામાં આવ્યા.
રાવણના દસ માથાને તેમની માયા સાથે પણ જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે તેમની પાસે એક 9 મણિઓની માળા હતી જેના પ્રભાવથી લોકોને તેમના 10 માથા હોવાનો ભ્રમ પેદા થતો હતો. જોકે રાવણના 10 માથાને દસ દુષ્ટતા કામ, ક્રોધ, લોભ, મોહ, વસ્તુ, ઈર્ષ્યા, વાસના, ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને અહંકારનુ પ્રતીક માનવામાં આવે છે.
રાવણને તંત્ર-મંત્ર અને જ્યોતિષનુ ખૂબ સારુ જ્ઞાન હતુ. રાવણ દ્વારા લખવામાં આવેલી રાવણ સંહિતાને જ્યોતિષ વિદ્યામાં એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. રાવણને સંગીતનો ખૂબ શોખ હતો. માન્યતા છે કે રાવણ જ્યારે વીણા વગાડતા હતા તો તેને સાંભળવા માટે દેવતા પણ પૃથ્વીલોક આવી જતા હતા.
રાવણે બ્રહ્માજી પાસેથી અમરતાનુ વરદાન માગતી વખતે કહ્યુ હતુ કે તેમનુ મૃત્યુ મનુષ્ય અને વાનર સિવાય કોઈ અન્ય દ્વારા સંભવ ન હોઈ શકે, કેમ કે તેઓ આ બંનેને તુચ્છ સમજતા અને તેમને પોતાની શક્તિઓ પર ખૂબ અભિમાન હતુ.
માન્યતા છે કે સોનાની લંકાનુ નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યુ હતુ જેની પર રાવણ પહેલા કુબેરનુ રાજ હતુ, પરંતુ રાવણે બળપૂર્વક પોતાના ભાઈ કુબેર પાસેથી લંકાપુરી છીનવી લીધી હતી.
રાવણમાં તમામ દુષ્ટતા છતા અમુક વિશેષ ગુણ પણ હતા જેમ કે રાવણ પોતાના તમામ કાર્ય સમગ્ર નિષ્ઠા, લગન અને મહેનત સાથે કરે છે. તેમણે પોતાના જીવનમાં અમુક અઘરી તપસ્યા કરી.
માન્યતા છે કે સંપૂર્ણ જગત પર વિજયની કામના કરવા માટે જ્યારે નીકળ્યા તો તેમનુ યુદ્ધ યમદેવ સાથે પણ થયુ. એવામાં જેવુ જ યમરાજે રાવણના પ્રાણ લેવા ઈચ્છ્યા તો બ્રહ્મા જી એ એવુ કરવાથી યમદેવને રોકી દીધા કેમ કે તેમનુ મૃત્યુ કોઈ દેવતાના હાથે સંભવ નહોતુ.
માન્યતા છે કે રાવણ સાથે યુદ્ધ કરતા-કરતા એક સમય એવો પણ આવ્યો જ્યારે પ્રભુ શ્રી રામ રાવણની માયાથી પરેશાન થઈને હતાશ થવા લાગ્યા હતા ત્યારે અગસ્ત્ય મુનિએ તેમને યાદ અપાવ્યુ કે તમે સૂર્યવંશી છો, જેમની સાધના કરવા પર વિજય શ્રી ની પ્રાપ્તિ થાય છે. ત્યારે ભગવાન સૂર્યનુ ધ્યાન કરીને રાવણની નાભિમાં તીર મારીને તેમનો વધ કર્યો.
માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી રામ દ્વારા મારવામાં આવેલા તીર બાદ જ્યારે રાવણ પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે ભગવાન રામે પોતાના ભાઈ લક્ષ્મણને તેમની પાસે શીખ લેવા માટે મોકલ્યા હતા ત્યારે રાવણે મરતી વખતે લક્ષ્મણને જણાવ્યુ કે જીવનમાં કોઈ પણ શુભ કાર્યને જેટલુ જલ્દી થઈ શકે કરી નાખવુ જોઈએ આમાં મોડુ કરવુ જોઈએ નહીં.