જાણો, સસ્પેન્શન બ્રીજ કેવી રીતે કરે છે કામ, ૧૫૦ વર્ષ પહેલા ૩.૫૦ લાખના ખર્ચે બન્યો હતો મોરબીનો ઝુલતો પુલ
બ્રીજની સપાટીને માત્ર કેબલ દ્વારા જ હવામાં લટકાવવામાં આવે છે.
ટેન્શન તાર એક ટાવરથી બીજા ટાવર સુધી બાંધેલો હોય છે.
અમદાવાદ,૧ નવેમ્બર,૨૦૨૨,મંગળવાર
ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા મોરબી ખાતે ગત રવીવારે ઐતિહાસિક સસ્પેન્શન બ્રીજ (ઝુલતો પુલ) તૂટી પડતા ૧૩૪ લોકોના મોત થયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લહેર જોવા મળે છે. આ ઝુલતો પુલ ૧.૨૫મીટર પહોળો અને ૨૩૩ મીટર લંબાઇ ધરાવતો હતો. દરબારગઢ પેલસે અને શાહી નિવાસ નજરબાગ પેલેસને જોડતો હતો.૨૦૦૧માં વિનાશકારી ભૂકંપ સમયે પણ ઝુલતા પુલને નુકસાન થયું હતું
સસ્પેન્શન બ્રીજ એટલે કે ઝુલતો પુલ અન્ય પુલ કરતા ખૂબ જુદો પડે છે. સસ્પેંશન બ્રીજમાં સપાટીને માત્ર કેૂબલ દ્વારા જ વહેતી નદી ઉપર લટકાવવામાં આવે છે. આ પ્રકારના બ્રીજમાં ડેક, ટાવર, ટેન્શન ફાઉન્ડેશન અને કેબલ મહત્વના ૩ પાર્ટસ છે. ડેક એ પુલની સપાટ સડકનો છેલ્લો ભાગ એટલે કે છેલ્લો પોઇન્ટ હોય છે જે જમીન કે પહાડની અંદર સુધી હોય છે.
ડેકની આગળ ટાવર હોય છે જે સસ્પેન્શન બ્રીજને આ ટાવર બંને કાંઠે બનેલા હોય છે. આ ટાવરથી જ પુલનું ટેન્શન બંને કિનારાને જોડે છે. ટેન્શન એ તાર છે જે એક ટાવરથી બીજા ટાવર સુધી બાંધેલો હોય છે. એમાં જ કેબલ લગાડેલા હોય છે.આનાથી પુલ પરનો સપાટ રસ્તો જકડાયેલો રહે છે. કેબલના કારણે પુલ નદી પર ખુલતો રહે છે. કેબલની મદદથી બ્રીજ ઝુલતો રહે છે.
મોરબીના પુલની વાત કરીએ તો મોરબીમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેલો ઝુલતો પુલનું નિર્માણ રાજા સર વાઘજી ઠાકોરે કરાવ્યું હતું. રાજવી યુરોપશૈલીના વિકાસથી પ્રભાવિત હતા. તેમણે ૧૯૨૨ સુધી મોરબી પર શાસન કર્યુ હતું. ૨૦ ફેબુ્રઆરી ૧૮૭૯ના રોજ મુંબઇના તાત્કાલિક ગર્વનર રિચર્ડ ટેમ્પલે પુલનું ઉદઘાટન કર્યુ હતું.
એક સમયે સસ્પેન્શન બ્રીજ (ઝુલતો પુલ) કલાત્મક અને ટેકનિકલી ચમત્કાર ગણવામાં આવતો હતો. પુલ નિર્માણ માટેની તમામ સામગ્રી ઇગ્લેન્ડથી લાવવામાં આવી હતી. એ સમયે પુલ નિર્માણ પાછળ ૩.૫૦ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ ઝુલતા પુલને જોવા માટે તથા તેના પરથી પસાર થવા માટે એક સમયે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોરબી આવતા હતા.