તું કેમ ગરબા રમે છે..!! વડોદરાના કલાલીમાં ગરબા રમતા યુવાન પર છરીથી હુમલો
Vadodara Crime : વડોદરાના કલાલીમાં ચાણક્યનગરી વિસ્તારના વુડાના મકાનમાં રહેતો આનંદ ચંદ્રશેખર ઊન્નીથાન ડ્રાઇવિંગ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 8:00 વાગે ચાણક્યનગરી વુડાના મકાનમાં નવરાત્રીની ઉજવણી થતી હતી. હું મારા ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘરની બહાર ઉભો હતો અને ગરબા રમતો હતો. તે દરમિયાન ચાણક્યનગરીમાં રહેતો સિદ્ધુ ઉર્ફે સુભાષ મારી પાસે આવ્યો હતો. તું કેમ નાચે છે ? તેમ કહી મારી સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યો હતો. મેં તેને ગાળો બોલવાની ના પાડતા તેણે કમરના ભાગેથી છરી કાઢી મારા કપાળમાં મારી દેતા મને લોહી નીકળવા લાગ્યું હતું ત્યારબાદ આરોપી ભાગી ગયો હતો.