Get The App

કચરાની સૂપડી કેમ તોડી.. વડોદરામાં પરિવારના સભ્યો બાખડતા ચપ્પા વડે હુમલો, 8 સામે FIR

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
કચરાની સૂપડી કેમ તોડી.. વડોદરામાં પરિવારના સભ્યો બાખડતા ચપ્પા વડે હુમલો, 8 સામે FIR 1 - image
AI Image


Vadodara Crime : નાનીનાની વાતોમાં લોકો વચ્ચે ઝગડાનું પ્રમાણ આજકાલ વધી ગયું છે. સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની. નજીવી બાબતે પરિવારના સભ્યો ઝગડ્યા અને તે ઝગડો લોહિયાળ બની ગયો. કારણ હતું બસ કચરાની સૂપડી તૂટી જવાનું.  શહેરના શિયાબાગ ખાતે કચરાની સૂપડી તૂટી જવાની બાબતને લઈને થયેલી તકરારમાં એક જ પરિવારના સભ્યો અંદરો અંદર ઝઘડતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આઠ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં મંગળદાસ મહોલ્લા ખાતે કચરો નાખવાની સૂપડી ઉપરથી બાઈક ફરી વળતા સૂપડી તૂટી જવાની અદાવતે એક જ પરિવારના સભ્યો બાખડયા હતા.

સૂપડી પર બાઈક ફેરવી તોડી નાખી!!

ઘટના બાબતે દિનેશ પરમાર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી, જેમા રજૂઆત કરાઈ છે કે 'વિશાલ પરમારને સૂપડી તોડવાની બાબતને લઈને અપશબ્દો ન બોલવા જણાવતા તેણે જશવંત ઉર્ફે લાલાભાઇ, દીપક જશવંતભાઈ અને દયાશંકરે ફરિયાદી તથા તેના સાળા કૌશિક અને સતીશને માર માર્યો હતો. બીજી તરફ વિશાલ પરમારની ફરિયાદ છે કે, તેના કાકાના દીકરા દિનેશ પરમારે કચરાની સૂપડી પર બાઇક ફેરવી તેને તોડી નાખી હતી. જે બાબતે ટોકતા દિનેશ પરમાર ,જ્યોતિ પરમાર, કૌશિક રાજપુત અને સતીશ રાજપુતે હુમલો કરી ફરિયાદીને મોઢાના ભાગે ચાકુ મારતા ચાર ટાકા આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ તેજ કરી છે. પોલીસ પણ આવી વિચિત્ર ઘટના અને ફરિયાદથી ચોંકી ગઈ હતી.

Tags :