Get The App

ઉત્તરાયણ પહેલાં જ પતંગના શોખે બે વ્યક્તિનાં જીવ લીધા

Updated: Jan 3rd, 2025


Google News
Google News
ઉત્તરાયણ પહેલાં જ પતંગના શોખે બે વ્યક્તિનાં જીવ લીધા 1 - image


અમરેલી જિલ્લામાં બે અપમૃત્યુથી અરેરાટી

બાબરાનાં રાપર ગામે પતંગ ઊડાડતી બાળકી કૂવામાં પટકાઈ તો રાજુલામાં યુવાન અગાસી પરથી ખાબકતાં મોત

રાજુલા, અમરેલી :  ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બાબરાના રાયપર ગામે પતંગ ચગાવતી વખતે કૂવામાં પડી જવાને કારણે એક બાળકીનું મોત થયું છે. જયારે રાજુલામાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી નીચે પડી જવાને કારણે એક યુવાનનો ભોગ લેવાયો હતો.

બાબરા તાલુકાના રાયપર ગામે આવેલ મયુરભાઈ જ્યંતિભાઈ ત્રાપસીયાના ખેતરમાં મજૂરી કામ કરતા એમ.પીના એક પરિવારની આરતી ભરતભાઈ ભીલાળા (ઉ.વ.૧૨) ખેતરમાં પતંગ ચગાવી રહી હતી તે વખતે અકસ્માતે કૂવામાં પડી જવાને કારણે પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું. નાનકડી બાળકીના આકસ્મિક મોતને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.

તો બીજી ઘટના રાજુલા શહેરના છતડીયા રોડ પર આવેલ રામતીર્થ એપાર્ટમેન્ટમાં બની હતી.અહીં પતંગ ઉડાવતી વખતે અગાસી પરથી મૂળ બિહારનો રહેવાસી  રંજન સંજયભાઈ માંજી (ઉ.વ.૨૨) નીચે પડી જવાને કારણે શરીરે ઈજાઓ થવાને કારણે અથવા અન્ય કોઈ કારણોસર મોત નીપજ્યું હતું.આ બનાવને લઈને રાજુલ પોલીસ મથક ખાતે  જાણ કરતા પોલીસે આગળની તપાસ કાર્યવાહી શરુ કરી હતી.

Tags :
rajkot2-people-lost-their-lives

Google News
Google News