Get The App

સુરતના મોટા વરાછામા કારે રોડની સાઇડે બેઠેલા 7 ને અડફટે લેતા પિતા- પુત્ર સહિત 3નાં મોત

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
સુરતના મોટા વરાછામા કારે રોડની સાઇડે બેઠેલા 7 ને અડફટે લેતા પિતા- પુત્ર સહિત 3નાં મોત 1 - image


સુરતમાં મોડીરાતની ઘટનાએ અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી કરી : ગર્ભવતી મહિલા સહિત 4ને ગંભીર ઇજા : દુખિયાના દરબાર પાસે ખૂલ્લી જગ્યામાં પરિવારજનો વાતચિત કરતા હતા ત્યારે બેફામ કાર ઘસડી ગઇ : વાઘાણી પરિવાર વેકેશનમાં અલપઝલપની વાતો કરતો હતો ત્યાં માતમ છવાઇ ગયો

 સુરત, રાજકોટ : સુરતના મોટા વરાછા રિંગરોડ રોડ પર શુક્રવારે મોડી રાત્રે બેફામ દોડતી કારે પરિવારના સાત સભ્યોને અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં ગંભીર ઈજા પામેલા પિતા -પુત્ર સહિત ત્રણ વ્યક્તિના મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી. 4 વ્યક્તિને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગોઝારા અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડયું હતું. બાદમાં પોલીસે કારના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વેલંજા ગામે શિવ પાર્ક રેસીડેન્સીમાં રહેતા 35 વર્ષીય દેવેશ ધનજીભાઇ વાઘાણી તથા તેની પત્ની તેજલ (ઉ-વ-૩૦ ) અને તેમનો 8 વર્ષે પુત્ર વિયાન,તેમના પરિવારના સભ્યમાં હિરલબેન રસીક માણિયા, તેનો ભાઇ અજય માણિયા, દિપીકા સંકેત વાવડીયા (ઉ-વ- 27), તેમના પતિ સંકેત હિમ્મત વાવડીયા (ઉ.વ- 32) સાથે શુક્રવારે રાતે મોટા વરાછા ખાતે આવેલ રિંગરોડ પર દુખિયાના દરબાર સર્કલ પાસે રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં ટુ વ્હિલ ઉપર બેસીને વાતચીત કરી રહ્યા હતા. ત્યારે સફેદ કલરની બેફામ દોડતી હોન્ડા સિટી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પરિવારના સાત સભ્યોને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે કારમાં અંદર બાઇક પણ સુધી દુર સુધી ઘસડાતા ગમખ્વાર અકસ્માત થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડયું હતું.

જેમાં ગંભીર ઇજા પામેલા દેવેશ, તેમનો પુત્ર વિયાન સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં વિયાને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.ત્યાંથી વધુ સારવાર માટે સંકેત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેનુ મોત થયુ હતુ. જયારે સારવાર દરમિયાન દેવેશનું આજે સવારે મોત નીંપજયું હતું.  જયારે અજય, તેની બહેન દિપીકા અને તેજલ તથા હિરલબેનને નાની મોટી ઇજા થતા સારવાર માટે  એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા હતા.જયારે વિયાન અને તેના પિતા દેવેશનું પણ મોત નિપજતાં પરિવારજનો પર આભ તુટી પડયુ હતુ. તેમના પરિવારમાં માતમ છવાઇ ગઇ છે. આ અંગે ઉત્રાણ પોલીસ દ્વારા  કાર ચાલકને જીગ્નેશ ગોહિલ વિરૂધ્ધ ગુન્હો નોધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ અમરેલીના મૃતક સંકેત વાવડીયાની 6 મહિનાની ગર્ભવતી પત્ની દિપીકાને ગંભીર ઇજા

અકસ્માતમાં મૃત્યુ પામેલા સંકેત વાવડીયા (મુળ અમરેલીમાં લાઠીમાં ભીંગરાડગામનો વતની અને હાલમાં આનંદધામ સોસાયટી, મોટા વરાછા) રહેતો હતો. તેની પત્ની દિપીકાને છ માસનો ગર્ભ છે. જયારે સંકેત હીરાની ઓફિસમાં કામ કરતો હતો. જોકે ગત રાતે તે અને તેની પત્ની સાથે માટાવરાછા ખાતે પરિવારના સભ્યો એકત્ર થઇને વાતચિત કરતા હતા. તે સમયે અકસ્માત સર્જાયાતા સંકેતનું કરૃણ મોત થતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જયારે તેમની પત્ની દિપીકાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હોવાનું સુત્રો કહ્યુ હતું.


Google NewsGoogle News