ધોળાકૂવામાં સગીરાને ભગાડી જતા યુવાન સામે અપહરણનો ગુનો
ગાંધીનગર શહેર નજીક આવેલા
સગીરાનો પત્તો નહીં લાગતા યુવાનના ઘરે તપાસ કરાઈ હતી : ઇન્ફોસિટી પોલીસે બંનેની શોધખોળ આદરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળાકુવા ગામમાં રહેતી સગીરા લાપતા થઈ જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી અને ગામનો યુવાન પણ લાપતા થતા તે અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં સગીરાના પિતાએ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ધોળાકુવા
ગામમાં રહેતા પરિવારમાં દંપતી તેમજ તેમના ત્રણ સંતાનોનો સમાવેશ થાય છે. ગઈકાલે આ દંપતિ કામ ઉપર ગયું હતું ત્યારબાદ
બપોરના સમયે સમયે પત્નીએ ફોન કરીને પતિને જાણ કરી હતી કે, દીકરી ઘરે હાજર
નથી. જેથી તેઓ તેઓ તાબડતોબ ઘરે આવી ગયા હતા અને બધાએ ભેગા મળીને સગીરાની આસપાસના
વિસ્તારમાં શોધખોળ આદરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તે વખતે
સગીરાને ધોળાકુવામાં રહેતાં એક યુવક સાથે પ્રેમસંબંધ બાબતે શંકા હોવાથી તેના ઘરે
પણ તપાસ કરાઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે યુવક પણ ઘરે હાજર નથી. આથી પોતાની
દીકરીને યુવક કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની શંકા
વ્યક્ત કરી પિતાએ ફરિયાદ આપતા ઈન્ફોસિટી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરી છે તેમજ યુવકના મોબાઇલની ડિટેલ પણ મંગાવી છે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ
પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે.