ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આઠ વર્ષ પૂર્ણ, સેંકડો ભકતો ઉમટયા
વહેલી સવારે ધ્વજારોહણ, માતાજીને ફૂલોનો શણગાર કરાયો
વિશેષ આરતી સહિતનાં કાર્યક્રમ યોજાયા, ખોડલધામ સંકુલમાં વિશાળ રંગોળી બનાવાઇ, એક વર્ષમાં ૧૧૦૭ ધ્વજા ચડાવાઇ
૨૧ જાન્યુઆરીનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ગૌરવશાળી
અને ઐતિહાસિક દિવસ રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ,
કાગવડે તમામ કીર્તિમાન આ દિવસે પ્રસ્થાપિત કર્યા છે. ૨૧ જાન્યુઆરી, ૨૦૧૭ના દિવસે
વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરમાં માઁ ખોડલ સાથે ૨૧ દેવી - દેવતાઓની પ્રાણ
પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમના આજે આઠ વર્ષ પૂર્ણ થયા હતા. જેથી ખોડલધામ મંદિરે
આજે વહેલી સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ખોડલધામ મંદિરમાં માતાજીને
ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિશેષ આરતી કરાઇ હતી. ખોડલધામ ટ્રસ્ટનાં સ્ટાફગણ દ્વારા ધ્વજારોહણ
અને મંદિર પરિસરમાં દેવોના દેવ મહાદેવની ભવ્ય રંગોળી કરવામાં આવી હતી. વહેલી સવારે
ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ખોડલધામ મંદિરે એક વર્ષ દરમિયાન ૧૧૦૭ ધજા ચડાવવામાં આવી છે.
હજુ પણ ધજા ચડાવવા આવે છે. ખોડલધામમાં માતાજી સમક્ષ માનેલી માનતા પૂર્ણ થતી હોવાથી
ધજા ચડાવવાનું હાલમાં ત્રણ મહિનાનું વેઇટિંગ છે રોજની સરેરાશ ત્રણ - ચાર ધ્વજા
ચડાવવામાં આવે છે. જન્મદિવસ,
મેરેજ એનિવર્સરી, પુણ્ય
તિથિ નિમિતે ભક્તો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે.