ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ દુષ્કર્મ કેસમાં એકની ધરપકડ, હોસ્ટેલ ખાલી થવા લાગી
Swaminarayan Saint Against Police complaint: રાજકોટ જિલ્લાના ખીરસરા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી ધરમસ્વરૂપદાસ સ્વામી અને નારાયણસ્વરૂપદાસ સ્વામી અને સેવક મયુર કાસોદરિયા સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ LCBએ મહારાષ્ટ્ર માંથી આરોપી મયુર કાસોદરિયાની ઘરપકડ કરી છે.
બન્ને લંપટ સાધુ ફરાર
વડતાલ ગાદી હેઠળ સંચાલિત ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ના ધરમસ્વરૂપદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નારાયણસ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયાએ મદદગારી કર્યાનો આરોપ મૂકાયો છે. ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ હાલ ફરાર થયા હતા, જેમાં આજે(25મી જૂન) મહારાષ્ટ્રથી મયુર કાસોદરીયાની ધરપકડ કરવામાં આવી છે. જો કે, બન્ને લંપટ સાધુ હજુ ફરાર છે.
આ પણ વાંચો: ગિફ્ટના બહાને યુવતી પર આચર્યું દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ; હરિભક્તોમાં ભારે આક્રોશ
ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ના ધરમસ્વરૂપદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તે ફરાર થઈ ગયા છે. બનાવના પગલે ગુરુકુળ માં રજા જાહેર કરી દેવાઈ છે. તો બીજી તરફ વાલીઓ ગુરુકુળ માંથી એડમીશન રદ કરાવવા દોડધામ કરતા થયા છે. ગુરુકુળ ની હોસ્ટેલ પણ ખાલી થવા લાગી છે.