Get The App

ખેડા હાઈવે પર થયેલી એક કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, ટીપ આપનાર સહિત ત્રણ ઝડપાયા

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ખેડા હાઈવે પર થયેલી એક કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, ટીપ આપનાર સહિત ત્રણ ઝડપાયા 1 - image


Gujarat Crime: ખેડા-અમદાવાદ હાઈવે પર મંગળવારે (21 જાન્યુઆરી) 1 કરોડની લૂંટ થઈ હતી. હાલ, ગુજરાત પોલીસે લૂંટ કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા રાહિદ સૈયદ, મુજિબ મલેક અને ઇલ્યાસ મન્સૂરીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક, કાર સહિત 68 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. જોકે, હજુ પણ પાંચ આરોપી ફરાર છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. 

આ પણ વાંચોઃ ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટ, વડાલા-પાટિયા નજીકના બ્રિજ પરની ઘટના

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર મુદ્દે ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, 'અન્ય આરોપીમાં રાહિદ સૈયદની પત્ની પણ આ લૂંટમાં સામેલ છે. ઈકો ગાડીની અંદર જે ચાર લોકો આવ્યા હતાં, તેમાંથી ત્રણના નામ પોલીસને મળી ગયાં છે. જેની પોલીસ ટીમ તપાસ કરી રહી છે. આ સિવાય અન્ય એક નામ વિશે માહિતી મળી નથી જેની તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય પાંચ આરોપીને પણ ઝડપી લેવામાં આવશે.'

ખેડા હાઈવે પર થયેલી એક કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, ટીપ આપનાર સહિત ત્રણ ઝડપાયા 2 - image

આ પણ વાંચોઃ ખેડામાં નીલગાયના કારણે ફરી સર્જાયો અકસ્માત, પોલીસકર્મી સહિત 2ના ઘટના સ્થળે જ મોત

શું હતી સમગ્ર ઘટના? 

ખેડાના વડાલા નજીકના બ્રિજ પર (21 જાન્યુઆરી) કારમાં આવેલા શખસોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં બેસીને અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચાર શખસો લૂંટ ચલાવી હતી.  


Google NewsGoogle News