Get The App

ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી, જગતનો તાત ચિંતિત, નદીઓમાં ઘોડાપુર સર્જાયું

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી, જગતનો તાત ચિંતિત, નદીઓમાં ઘોડાપુર સર્જાયું 1 - image


Heavy Rain In Amreli: ગુજરાતમાં નૈઋત્વના ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને 142 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં વરસાદી અસર ઓછી થવાનું નામ જ લઈ રહી નથી. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે (20મી ઓક્ટોબર) અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જાન્યો છે. ભારે વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકમા ભારે નુકસાન થયું છે.

ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી, જગતનો તાત ચિંતિત, નદીઓમાં ઘોડાપુર સર્જાયું 2 - image

ખેડૂતો ચિંતિત બન્યા

ખાંભા ગીરના ચકરાવા, બોરાળા,બાબરપરા સહિત ગામોમાં સવારથી વરસાદી પડી રહ્યો છે. અવિરત વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત બન્યા છે. નોધનીય છે કે, શનિવારે (19મી ઓક્ટોબર) જૂનાગઢના મેંદરડામાં 2 કલાકમાં  3.50 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીમાં 1.50 ઈંચ વરસાદ પડયો હતો. કુકાવાવ અને જીથુડીમાં શનિવારે ધોધમાર વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સતત વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકમા ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો: ગોધરાના રહીશને દુબઈમાં 10 વર્ષની સજા, 4 લાખ દિરહામનો દંડ, પ્રતિબંધિત દવાઓ સાથે ઝડપાયો હતો


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે (20મી ઓકટોબર) રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી, જગતનો તાત ચિંતિત, નદીઓમાં ઘોડાપુર સર્જાયું 3 - image


Google NewsGoogle News