Get The App

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન : આધુનિક સમયમાં ખાદીના રંગરૂપ બદલાયા અને બની ગઈ ફેશન, યંગસ્ટર ખાદી તરફ વળ્યાં

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન : આધુનિક સમયમાં ખાદીના રંગરૂપ બદલાયા અને બની ગઈ ફેશન, યંગસ્ટર ખાદી તરફ વળ્યાં 1 - image


Surat : મહાત્મા ગાંધીએ ખાદીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું શસ્ત્ર બનાવ્યું હતું, પરંતુ આઝાદી બાદ ખાદી ભુલાતી જતી હતી. જોકે, સમયની સાથે સાથે ખાદીના રંગરૂપ બદલાયા છે જેના કારણે  આધુનિક સમયમાં ખાદીના રંગ રૂપ બદલાયા ખાદી ઝડપથી ફેશન બની રહી છે. ખાદીનો લુક વધુ સારો બનતા હવે યંગસ્ટર્સ પણ ખાદી પ્રત્યે આકર્ષાઈ રહ્યાં છે. હાલમાં સુરતના ખાદી મેળામાં 100થી વધુ સ્ટોલ પણ ખાદીનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં વસ્ત્રો સાથે ખાદીના વસ્ત્રો, આસન, ચાદર, કુશન કવર નું પણ વેચાણ થઈ રહ્યું છે. 

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન : આધુનિક સમયમાં ખાદીના રંગરૂપ બદલાયા અને બની ગઈ ફેશન, યંગસ્ટર ખાદી તરફ વળ્યાં 2 - image

ભારતની પ્રગતિ સાથે સાથે હવે આત્મનિર્ભર ભારત માટે પ્રયાસ થઈ રહ્યાં છે. લોકલ ફોર વોકલની કામગીરીમાં ખાદી અગ્રેસર જોવા મળી રહી છે. હવે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખાદી પણ નવા રંગરૂપ સાથે જમાવટ કરી રહી છે. પહેલા ખાદીમાં મર્યાદિત રંગ અને ડિઝાઇન હતી પરંતુ હવે  ખાદી પણ ફાસ્ટ ગોઈંગ ફેશન બની રહી છે. ખાદીમાં થયેલા જુદા-જુદા સંશોધનાત્મક પ્રયોગોમાં મળેલી સફળતા. ખાદી હવે ઘણા બધા રંગોમાં ઉપલબ્ધ છે. જુદી-જુદી સ્ટાઇલ અને પેટર્ન સાથે ખાદીનો લુક વધુ આકર્ષક થઈ રહ્યો છે. ખાદીના ઉત્પાદકો સમય સાથે તાલ મિલાવી ખાદીના રંગ અને રૂપમાં બદલાવ લાવ્યા છે. જેના કારણે યંગસ્ટર્સ પહેલાં દેશી ખાદી ગણતા હતા તે ખાદીમાં સિલ્ક ખાદી, લીલન ટાઈપ ખાદી, પોલીવસ્ત્ર ખાદીના કોમ્બીનેશનથી વિવિધ પ્રકારના વસ્ત્રોનું વેચાણ થઈ રહ્યું છે.

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન : આધુનિક સમયમાં ખાદીના રંગરૂપ બદલાયા અને બની ગઈ ફેશન, યંગસ્ટર ખાદી તરફ વળ્યાં 3 - image

દર વર્ષે ગાંધી જયંતિના દિવસથી ખાદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વર્ષે સુરતના જોગાણી નગર ખાતે ખાદી મેળો થોડો મોડો શરૂ કરવામાં આવ્યો છે. તેના કારણે હવે લોકો દિવાળી માટે ખાદીની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે. ખાદી મેળાનું આયોજન કરનારા સરકારી અધિકારી હરગોવિંદ સોલંકી કહે છે, ખાદીના કપડાનો લુક રોયલ બન્યો હોવાથી ખાદીના વસ્ત્રો ખરીદી તરફ યંગસ્ટર્સ વળી રહ્યા છે. આધુનિક સમયમાં ફેશનની સાથે ખાદીની માંગ પણ વધી રહી છે. દરેક ઉંમરની વ્યક્તિ પહેરી શકે તેવાં કપડાં ખાદીમાંથી બની રહ્યાં છે. જેના કારણે ખાદીના વસ્ત્રો બનાવનાર કારીગર, વેપારી સાથે સાથે ખરીદનાર વર્ગને પણ ફાયદો થાય છે. અહીં ખાદી મેળામાં વસ્ત્રો સાથે ખાદીના વસ્ત્રો, આસન, ચાદર, કુશન કવરનું પણ વેચાણ થઈ રહ્યું છે. 

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન : આધુનિક સમયમાં ખાદીના રંગરૂપ બદલાયા અને બની ગઈ ફેશન, યંગસ્ટર ખાદી તરફ વળ્યાં 4 - image

ખાદી પર વિવિધ પ્રિન્ટ અને ડિઝાઇન કપડાને આકર્ષક બનાવે છે

દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીએ ખાદીને સ્વાતંત્ર્ય સંગ્રામનું શસ્ત્ર બનાવ્યું હતું.  સમય જતાં  ખાદીની લોકપ્રિયતાને મોટાભાગનો વર્ગ સ્વીકારી રહ્યો છે. સુરતમાં ખાદીનો મેળો થાય છે તેમાં દર વર્ષે વેચાણમાં વધારો થઈ રહ્યો છે. તેનું કારણ એ પણ છે કે, પહેલા  ખાદીના સિમ્પલ કપડા આવતા હતા. પરંતુ હાલમાં ખાદીના કાપડ માંથી વિવિધ  પ્રકારના લેડીઝ, જેન્ટ્સ કપડા આધુનિક લુકમાં જોવા મળે છે. ખાદી પર વિવિધ  પ્રિન્ટ અને ડિઝાઇન કપડાને આકર્ષક બનાવે છે તેના કારણે યંગસ્ટર્સ પણ આ ખાદીને અપનાવી રહ્યાં છે.


Google NewsGoogle News