જામનગરના જિલ્લા કલેકટર તરીકે કેતન ઠક્કરની નિયુક્તિ
રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારી ની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જામનગરના કલેકટર ની પણ બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને પોરબંદર થી કેતન ઠક્કર ને મૂકવા માં આવ્યા છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા બી કે પંડ્યાની જમીન સુધારણા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
અને જામનગર કલેકટર તરીકે કેતન ઠક્કરને મૂકવામાં આવ્યા છે. જેઓ પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર કલેકટર તરીકે મુકાયેલા કેતન ઠક્કર અગાઉ જામનગર માં નાયબ મ્યુનિસિપલ કમિશનર , આરટીઓ અધિકારી અને એડી.કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.