Post Office: રક્ષાબંધન સંદર્ભે લોકોની સુવિધા માટે લેવાયો નિર્ણય, હવે રાત્રે આટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે પોસ્ટ ઓફિસો

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
Post Office: રક્ષાબંધન સંદર્ભે લોકોની સુવિધા માટે લેવાયો નિર્ણય, હવે રાત્રે આટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે પોસ્ટ ઓફિસો 1 - image


Post Office: ભાઈ- બહેનની ખાસ તહેવારને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે 17 ઓગસ્ટ સુધી રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. આ ઉપરાંત ચોમાસામાં વરસાદના કારણે રાખડી પલળી ન જાય તે માટે ખાસ પ્રકારનું  વોટરપ્રૂફ કવરનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. 

18 ઓગસ્ટ રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખુલ્લી રહેશે

આગામી 19 ઓગસ્ટે રક્ષાબંધન છે, જેથી પોસ્ટ ઓફિસ દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા 18 ઓગસ્ટ રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખુલ્લી રાખવામાં આવશે. તેમજ વરસાદની સીઝનમાં રાખડી પલળી ન જાય તે માટે સ્પેશિયલ 10 રૂપિયાની કિમતનું વોટરપ્રૂફ કવરનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું હતું. 

બુકિંગ 17 ઓગસ્ટ રાતે 8 વાગ્યા સુધી લેવામાં આવશે

રક્ષાબંધના તહેવારને લઈને પોસ્ટ ઓફિસોમાં લોકોના ધસારાને જોતા પોસ્ટ વિભાગ દ્વારા રાખડી તેમજ ગિફ્ટ પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરની તમામ પોસ્ટ ઓફિસોમાં રાખડીના બુકિંગ માટે 17 ઓગસ્ટના રાતે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 

શાહીબાગ ઓફિસમાં 24 કલાક બુકિંગની સુવિધા ચાલુ રહેશે

અમદાવાદ શહેરના નેશનલ શોર્ટિંટ હબ શાહીબાગમાં આવેલી ઓફિસમાં 24 કલાક બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બુક કરવામાં આવેલા પાર્સલની સમયસર ડિલિવરી થઈ શકે તે માટે નોકરી સમય પછી પણ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.  તમામ પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટથી રાખડીના બુકિંગ માટે વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેની સાથે જ રાખડી ક્યાં પહોંચી તેનું ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર ટ્રેકિંગ પણ કરી શકાય છે.   


Google NewsGoogle News