કષ્ટભંજનદેવ મંદિરમાં હિમવર્ષાનો શણગાર, દાદાને ધરાવાયો 1100 કિલો ગોળનો અન્નકૂટ
Kashtabhanjan Dev Hanumanji Temple: ગુજરાતના સાળંગપુરધામમાં કષ્ટભંજન મહાદેવ હનુમાનજી મંદિરમાં જુદી-જુદી થીમ દ્વારા કષ્ટભંજન દેવનું સુંદર સુશોભન કરવામાં આવે છે. ત્યારે શનિવારે (28 ડિસેમ્બર) કષ્ટભંજન દેવને હિમવર્ષાની ઝાંખી કરવામાં આવી હતી. શનિવારે સાળંગપુરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે, ત્યારે ભક્તો આ અદ્ભૂત થીમ સાથે કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ચોમાસા બાદ વરસાદી ગટરની સફાઈના બહાને ચાર મહિના પહેલા બનાવેલો રોડ તોડતા વિવાદ
1100 કિલો ગોળનો અન્નકૂટ
આજે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તેમજ 7:00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે કષ્ટભંજન દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ સિવાય મંદિર પરિસરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ફર્નિચરની આડમાં દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ : આરોપીઓ ફરાર
હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન
નોંધનીય છે કે, 16 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી મંદિરના પટાંગણની યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ આયોજન કરાયું છે. જેમાં સવારે 7થી 12 અને સાંજ 3થી 6 વાગ્યે પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવે છે. હજારો ભક્તો અહીં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.