સયાજી હોસ્પિટલમાં કરૃણા વોર્ડ શરૃ કરાયો
અજાણ્યા અને એકલા દર્દીઓની સારવાર માટે વોર્ડ કાર્યરત થયો
વડોદરા,સયાજી હોસ્પિટલમાં સારવાર માટે કેટલાક એવા દર્દીઓ આવતા હોય છે. જેઓની સાથે કોઇ સગા સંબંધી હોતા નથી.આવા દર્દીઓ માટે અલાયદો વોર્ડ સયાજીમાં શરૃ કરવામાં આવ્યો છે.
શહેર જિલ્લામાંથી દર મહિને ૩૫ થી ૩૭ જેટલા દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં આવતા હોય છે. જે પૈકી કેટલાક દર્દીઓની સાથે કોઇ સગા સંબંધી હોતા નથી. કેટલાક દર્દીઓની ઓળખ પણ થઇ શકતી નથી. આવા દર્દીઓનો જીવ બચાવવા માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૃ કરવામાં આવે છે. જે પૈકી કેટલાક દર્દીઓના સગા દર્દી સાજો થઇ જાય ત્યાં સુધી આવતા જ નથી. આવા દર્દીઓની સયાજી હોસ્પિટલમાં યોગ્ય રીતે સારવાર થાય તે હેતુથી નવો કરૃણા વોર્ડ શરૃ કરવામાં આવ્યો છે. આ વોર્ડ મેડિસિન વિભાગના ત્રીજા માળે કાર્યરત થયો છે.