'આગેવાનોએ માત્ર રાજકીય રોટલા શેક્યા', પાટીદાર અનામત આંદોલન અંગે ઉદ્યોગપતિનું નિવેદન
Karsan Patel On Patidar Reservation Movement : પાટણ ખાતે લેઉવા પાટીદાર સમાજના ઈનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું. હાર્દિક પટેલ સહિતના પાટીદાર આનામત આંદોલનના નેતાઓ પર આડકતરો પ્રહાર કરતા કરસન પટેલે કહ્યું કે, 'પાટીદાર આંદોલનથી સમાજને કશુ ન મળ્યું અને અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા. કોઈના ઈશારે પાટીદાર અનામત આંદોલન ઉભુ કરીને આનંદીબહેન પટેલ જેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.'
કરસન પટેલે શું કહ્યું?
કરસન પટેલે કહ્યું કે, 'અમારો પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂતોએ કોઈ દિવસ કોઈની સામે હાથ લંબાવ્યો નથી.' જ્યારે પાટીદાર આંદોલન અંગે વાત કરતા કરસન પટેલે કહ્યું કે, 'પાટીદાર અનામત આંદોલન આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યો હતું તેમણે પોતાનો રાજકીય રોટલો શેકી ખાધો. તેનાથી સમાજને કોઈ ફાયદો થયો નથી. શું આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું? '
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી, ન્યાયની માગ કરી
કરસન પટેલના આ નિવેદનને લઈને અનેક પાટિદાર નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં પાટીદાર નેતા કિરીટ પટેલે કહ્યું કે, '10 વર્ષ પછી અનામત આંદોલન મુદ્દે નિવેદન કેમ? આંદોલન દ્વારા ઘણી યોજનાઓનો લાભ મળ્યો અને વિદ્યાર્થીઓ મોટો ફાયદો થયો છે. જ્યારે આનંદીબહેનને હટાવ્યા ત્યારે કેમ ના બોલ્યા?'