કરણીસેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો.
શેખાવતની આગેવાની હેઠળ ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' નો વિરોઘ કરાયો હતો
તેઓ ભાજપમાં જોડાઈ જતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે
અમદાવાદ, 24 નવેમ્બર, 2022 ગુરૂવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પક્ષપલટો પણ વધી રહ્યો છે. રાજકીયક્ષેત્રે મોટી હલચલ જોવા મળી રહી છે. અનેક નેતા અને આગેવાનો અલગ - અલગ રાજકીય પક્ષોમાં જોવા મળી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અનેક નેતા અને આગેવાનો અલગ - અલગ રાજકીય પક્ષોમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ કરણીસેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હોવાની પોતાના સોશિયલ મીડિયા ઉપર પોષ્ટ મુકી આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી.
કરણીસેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવત અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી ચલાવે છે. તેમજ એક સમયે તેઓ BSFમાં સેવા આપતા હતા. અને કરણીસેનાના પ્રદેશ પ્રમુખમનાં પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. થોડા વર્ષ પહેલા તેમની આગેવાની હેઠળ ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' નો વિરોઘ કરવામાં આવ્યો હતો. અને તેમા મહદ અંશે સફળતા પણ મળી હતી. રાજ શેખાવત એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ હંમેશા પોતાની સાથે પાંચ બોડીગાર્ડ રાખે છે અને હંમેશા સોનાના દાગીના પહેરીને ફરે છે.
તેઓની 3 વર્ષ જુની કંપનીને સરકાર તરફથી ઘણા કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે. તેમની ખાનગી સુરક્ષા એજન્સી દ્વારા પ્રવાસન કાર્યક્રમો અને બિઝનેસ મીટિંગ જેવા પ્રસંગોમાં સુરક્ષા પણ પુરી પાડે છે. આ સિવાય અમદાવાદ ખાતે એક હોટલ તેમજ જીમના માલિક પણ છે. ઘણી અટકળો વચ્ચે આજે તેઓ ભાજપમાં જોડાઈ જતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હોવાની પોતાના સોશિયલ મીડિયા ઉપર પોષ્ટ મુકી આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી.