Get The App

વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને મગર ખેંચી ગયો, ફાયર બ્રિગેડની મદદ લીધી

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને મગર ખેંચી ગયો, ફાયર બ્રિગેડની મદદ લીધી 1 - image


વડોદરા નજીક વિશ્વામિત્રી નદીમાં મગરે વધુ એક વ્યક્તિનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગે ફાયર બ્રિગેડની મદદ લીધી છે.      

વડોદરા પાસેના કામરોલ ગામે થી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વારંવાર મગરો દેખા દેતા હોય છે. અહીં ખેતરો સાચવવા માટે કેટલાક શ્રમજીવી પરિવારો પણ રહેતા હોય છે.       

ગઈકાલે મોડી સાંજે મેઘલીબેન નામની મહિલા એક ઢોર સામે કિનારે જતું રહેતા તેને લેવા નદી ક્રોસ કરતી હતી દરમિયાન એક મગર તેને નદીમાં ખેંચી ગયો હોવાનો બનાવ બનતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી છે. પાણીગેટ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા કામરોલ, કોટાલી તેમજ માંગરોલ ગામ સુધી શોધખોળ કરવામાં આવી રહી છે. 


Google NewsGoogle News