કલ્પેશ કાછીયાની કોલ ડિટેલમાં વ્યાજખોરનો નંબર નીકળ્યો
ઘર છોડીને જતા રહેલા કલ્પેશને શોધવા ફાર્મ હાઉસ અને જિમ્નેશિયમમાં તપાસ
વડોદરા,વ્યાજખોરીના ગુનામાં નામ ખૂલતા ઘર છોડીને જતા રહેતા નામચીન કલ્પેશ કાછીયાને શોધવા પોલીસની ટીમો દોડધામ કરી રહી છે. પંરતુ, તે મળી આવ્યો નથી. પોલીસ કોલ ડિટેલ્સના આધારે તેને શોધી રહી છે.
ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રૂટનો ધંધો કરતા વેપારી નરેશભાઇને પૈસાની જરૃરિયાત પડતા તેમણે ૪૭ લાખ સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર ( રહે. રાજસ્થંભ સોસાયટી,રાજમહેલ રોડ) વ્યાજે લીધા હતા. તેની સામે પોણા બે કરોડ રૃપિયા ચૂકવ્યા હોવાછતાંય તેણે સતત ઉઘરાણી કરી સંતોષ ભાવસાર ઉઘરાણી કરતો હતો.જેનાથી કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે સંતોષ ભાવસારની ધરપકડ કરી હતી. સંતોષે પોલીસને જણાવ્યું હતું કે, રૃપિયા કલ્પેશ કાછીયાએ તેને આપ્યા હતા. જેથી,પોલીસ કલ્પેશ કાછીયાને શોધી રહી છે. કલ્પેશની કોલ ડિટેલ્સમાં વ્યાજખોર સંતોષનો નંબર નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેને પકડવા માટે પોલીસે ઓલ્ડ પાદરા રોડના જિમ્નેશિયમ અને તેના મિત્રના ફાર્મ હાઉસમાં પણ તપાસ કરી હતી.