Get The App

કે. કૈલાશનાથનની ગુજરાતના વહીવટી તંત્રમાંથી વિદાય, સતત 11 વખત મળ્યું હતું એક્સટેન્શન

Updated: Jun 29th, 2024


Google News
Google News
K Kailashnathan


Chief Principal Secretary K Kailashnathan: ગુજરાતના મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથનનો છ માસનો કાર્યકાળ પૂર્ણ થતાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીને વિદાય અપાઈ છે. હાલ તેમને એકસ્ટેશન અપાયું નથી. તેઓ વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી તંત્રને આપી હતી.

જો કે આવતીકાલે ફરી તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસ પહેલાં રાજ્ય સરકાર તરફથી તેમને વિદાય અપાઈ છે. 30મી જૂનના રોજ કૈલાસનાથનને અપાયેલા એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ હતો. 

જો કે આવતીકાલે ફરી તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસ પહેલાં રાજ્ય સરકાર તરફથી તેમને વિદાય અપાઈ છે. 30મી જૂનના રોજ કૈલાસનાથનને અપાયેલા એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ હતો. આ સમયે તેમનો પરિવાર અને અધિકારીઓ હાજર રહ્યા હતા, પરંતુ કોઇ મંત્રીઓ નજરે ચઢ્યા ન હતા. 

કોણ છે કે કૈલાશનાથન? 

કે. કૈલાશનાથન ગુજરાત કેડરના 1979 બેચના IAS અધિકારી હતા. વર્ષ 2009થી તેઓ સીએમઓમાં ફરજ બજાવતા હતા. કે. કૈલાશનાથન 2013માં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત થયા હતા. તેઓ સીએમઓમાં સૌથી પાવરફૂલ અધિકારી હતા જેથી 10 વર્ષ પહેલાં નિવૃત થઇ ગયા હોવા છતાં સરકાર સ્પેશિયલ કેસમાં તેમની નિયુક્તિ વધારી રહી હતી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. તેમને CMO અને PMOની મુખ્ય કડી ગણવામાં આવતા હતા. ગુજરાતમાં ચાર મુખ્યમંત્રીઓ બદલાઇ ગયા પરંતુ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે કે. કૈલાશનાથન જ રહ્યા હતા. કહેવામાં આવે છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી ખાસ વિશ્વાસુ અધિકારી હતા. 

Tags :
GujaratK-KailashnathanChief-Principal-Secretary

Google News
Google News