જૂનાગઢ RTO દ્વારા અકસ્માત કરનાર 68 લોકોનાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જૂનાગઢ  RTO દ્વારા અકસ્માત કરનાર 68 લોકોનાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ 1 - image


દોઢ વર્ષ દરમ્યાન ટ્રાફિક નિયમનો ભંગ કરનાર બેદરકાર ડ્રાઇવરો સામે  લાલ આંખ

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં ટ્રાફિકના નિયમનો ભંગ અને અકસ્માત સર્જનાર વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.એપ્રિલ 2023થી ઓગસ્ટ- 2024 દોઢ વર્ષમાં ડ્રાઇવિંગમાં બેદરકારી દ્વારા અકસ્માત કરનાર 68  વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. જિલ્લામાં વાહન ચલાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શરતે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. પરંતુ અનેક વાહન ચાલકો ડ્રાઇવિંગ લાયસન્સનો દુરૂપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના ધજીયા ઉડાવતા હોવાના બનાવો સમયાંતરે જોવા મળી રહ્યા છે. 

જૂનાગઢ જિલ્લામાં નિયમોને અવગણીને ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જનાર 68 ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તમામ ચાલકોને શોકોઝ નોટીસ આપી હતી અને ત્યારબાદ બેદરકાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધીમાં 36  લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં વધુ 32 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. આમ, દોઢ વર્ષમાં કુલ 68 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.


Google NewsGoogle News