Get The App

જૂનાગઢમાં નશેડી બસ ડ્રાઇવરે એમ્બ્યુલન્સને મારી ટક્કર, એક મહિલા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
જૂનાગઢમાં નશેડી બસ ડ્રાઇવરે એમ્બ્યુલન્સને મારી ટક્કર, એક મહિલા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત 1 - image


Junagadh Accident: ગુજરાતના જૂનાગઢના કેશોદમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કેશોદના મઘરવાડા નેશનલ હાઇવે પર ખાનગી એમ્બ્યુલન્સ અને ટ્રાવેલ બસ વચ્ચેઅકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. નોંધનીય છે કે, બસ ડ્રાઇવર દારુ પીને બસ ચલાવતા હોવાની વાતનો પણ ખુલાસો થયો છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

શું હતી સમગ્ર ઘટના? 

જૂનાગઢના કેશોદના મઘરવાડા નેશનલ હાઇવે પર એક ખાનગી ટ્રાવેલ બસના ડ્રાઇવરે દારૂના નશામાં ધૂત એક ખાનગી એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. જેમાં એમ્બ્યુલન્સમાં સવાર એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને એમ્બ્યુલન્સને પણ ભારે નુકસાન થયું છે. સમગ્ર બાબતની તપાસ કરતાં બસ ડ્રાઇવરે સ્વીકાર્યું કે, તે દેશી દારૂ પીને બસ ચલાવતો હતો.

આ પણ વાંચોઃ દેશમાં ક્યાંય નહીં એવું બનશે અમદાવાદનું રેલવે સ્ટેશન, એક જ જગ્યાએ મળશે સામાન્ય-મેટ્રો અને બુલેટ ટ્રેન

દારૂના નશામાં ધૂત હતો ડ્રાઇવર

અકસ્માત સર્જનાર ખાનગી બસના ડ્રાઇવરે કહ્યું કે, મેં દેશી દારૂ પીધો હતો. નોંધનીય છે કે, બસ માણેકવાડથી જામનગર જઈ રહી હતી અને એમ્બ્યુલન્સ જામનગરથી વેરાવળ જઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં સીઝનનું રેકોર્ડ બ્રેક 5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો  નોંધી બસ ડ્રાઇવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. 


Google NewsGoogle News