ભાજપે જુગારમાં ઝડપાયેલાને બનાવ્યા જૂનાગઢના નવા મેયર, ધોરાજીમાં હુક્કો પીતા મહિલા બન્યા નવા પ્રમુખ
Junagadh News : ગુજરાતમાં ભાજપ દ્વારા મોટાભાગના જિલ્લા અને શહેરના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, ત્યારે ભાજપે જૂનાગઢમાં જુગાર રમતા ઝડપાયેલા ધર્મેશ પોશીયાને મેયર બનાવવામાં છે. જ્યારે ધોરાજીમાં દારુ અને હુક્કો પીતા મહિલાને પ્રમુખ બનાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
ભાજપે જુગારમાં ઝડપાયેલાને બનાવ્યા જૂનાગઢના મેયર
ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢ મહા નગરપાલિકામાં જીત બાદ ધર્મેશ પોશિયાને મેયર બનાવામાં આવ્યા છે. જો કે, વર્ષ 2021માં ધર્મેશ પોશિયા જુગાર રમતા ઝડપાતા પોલીસે 1.67 લાખની રોકડ સહિત 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પછી પોશિયાને નિર્દોષ જાહેર કરાયા હતા. જ્યારે હવે ધર્મેશ પોશિયાને જુનાગઢના મેયર બનાવ્યા છે, ત્યારે ફરી જુગારના કેસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
જ્યારે રાજકોટના ધોરાજીમાં સંગીતા બારોટને પ્રમુખ બનાવાયા છે, ત્યારે તેમનો દારૂની બોટલ બતાવતા અને હુક્કો પી રહ્યા હોવાનો વીડિયો વારઈલ થતાં ભાજપની શાખ પર સવાલો થઈ રહ્યા છે. નવા પ્રમુખ સંગીતા બારોટને એ પણ ખબર નથી કે રાજ્યના મુખ્યમંત્રી કોણ છે. સંગીતા બારોટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે મીડિયા સમક્ષ એવું કહેતા જોવા મળે છે કે, 'આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી...'
ભાજપે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 103 મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. જેમાંથી 22 બીન હરીફ સહિત કુલ 76 ઉમેદવારોની જીત થઈ હતી. જેમાં આબિદાખાતુન નકવીને કોડીનાર નગરપાલિકાના પ્રમુખ, પરવેઝ મકરાણીને છોટા ઉદેપુરમાં ઉપપ્રમુખ, મહુધામાં મહંમદ અસ્ફાક મલેક અને વંથલીમાં હુસૈના સોઢાને ઉપપ્રમુખ બનાવાયા છે.