Get The App

એમ્બ્રોઇડરી એકમોમાં જોબવર્ક વધ્યું, લગ્નસરાની સિઝનનો લાભ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
એમ્બ્રોઇડરી એકમોમાં જોબવર્ક વધ્યું, લગ્નસરાની સિઝનનો લાભ 1 - image


-વેપારીઓ માલ મોકલી રહ્યા છેફુલ પ્રોડકશન ચાલુ થયું પણ કારીગરો પુરતા પ્રમાણમાં ન હોવાથી ઉત્પાદનને અસર

સુરત

એમ્બ્રોઇડરી એકમોમાં દિવાળી પહેલાં જોબવર્કનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અત્યારે એકેય મશીનો બંધ નથી. વેપારી વર્ગ તરફથી 15-15 દિવસ ચાલે એટલો સ્ટોક એડવાન્સમાં મળી રહ્યો છે. દિવાળી પહેલાં અને દિવાળી પછીની નવી ખરીદીની સિઝનનો લાભ મળી રહ્યો છે.


અમરોલી કોસાડના એમ્બ્રોઇડરી કારખાનેદારે જણાવ્યું કે, અત્યારે ફૂલ પ્રોડક્શન નીકળી રહ્યું છે. રા-મટીરીયલની કોઈ કમી નથી. વેપારીઓ પણ સારો માલ મોકલી રહ્યાં છે. કિન્તુ કારીગરો પૂરતાં પ્રમાણમાં નથી અને તેને કારણે ઉત્પાદનને અસર થઈ રહી છે.

એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પછી પણ સતત ચાલુ રહે એવી સંભાવનાઓ વધી છે, કેમકે દિવાળી પછી તરત જ લગ્નસરાની સિઝન આવતી હોવાથી વેપારીઓને નવો સ્ટોક તૈયાર રાખવો પડે એમ છે. કામકાજ સારા હોવાને કારણે અને માંગ હોવાથી, દિવાળી પછી ઇન્ડસ્ટ્રીઝ પાંચ સાત દિવસ બંધ રહે એવી શક્યતાઓ છે.

કારીગરોની સંખ્યા 20 ટકા ઓછી છે. આમછતાં, ઉત્પાદન જાળવી રાખવાનો પ્રયત્ન કારખાને દારો કરી રહ્યા છે. ટેક્સટાઇલના વિવિધ સેગમેન્ટમાં કારીગરોની સમસ્યા એક આમ બાબત બની ગઈ છે. દિવાળી આસપાસ આ સમસ્યા સૌથી વધુ વકરતી હોય છે. દિવાળીના તહેવારની ઉજવણી માટે કારીગર વર્ગ વતન જાય ત્યારે, વહેલા પરત થતા નથી ત્યારે સૌથી વધુ મુશ્કેલી ઊભી થાય છે.


Google NewsGoogle News