Get The App

ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગમાંથી જેએમએફસી કોર્ટને મુખ્ય કોર્ટ બિલ્ડીંગમાં ખસેડાઈ

ઈ-ચલણ ભરવા માટે પક્ષકારોનો ભારે ધસારાના પગલે

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News


ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગમાંથી જેએમએફસી કોર્ટને મુખ્ય કોર્ટ બિલ્ડીંગમાં ખસેડાઈ 1 - image

સુરત

મુખ્ય કોર્ટ બિલ્ડીંગના બીજા માળે સ્થળાંતરિત થવા છતાં ઈ-ચલણ ભરવા પક્ષકારોની લાંબી કતાર તથા ધસારો યથાવત્- ક્યુઆર કોડથી ઈ-ચલણ ભરાય તેવી માંગ

     

ટ્રાફીક નિયમોના ભંગ કરવા બદલ ઈ-ચલણ ભરવા માટે પક્ષકારોનો ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગમાં જામેલી ભારે ભીડ અને ધસારાને લક્ષમાં લઈને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વાછાણીએ ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગમાં કાર્યરત પ્રથમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટને મુખ્ય જિલ્લા ન્યાયાલય કોર્ટ બિલ્ડીંગના બીજા માળે સ્થળાંતરીત કરવામાં આવી છે.જો કે નવા સ્થળે પણ પક્ષકારોની લાંબી કતાર મોડી સાંજ સુધી જોવા મળી છે.જેથી ક્યુઆર કોડથી ઈ-ચલણ ભરવા માટે વકીલ વર્તુળોમાં ચર્ચા જોવા મળી છે.

સુરતીઓની ટ્રાફીક સેન્સ નથી એવું મહેણું ભાંગવાની નેમ સાથે તાજેતરમાં સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહેલોત ટ્રાફીક સિગ્નલનું પાલન કરી ટ્રાફીકના નિયમોનું ચુસ્ત પાલન કરાવી અકસ્માતો પર નિયંત્રણ લાવવામાં સફળતા મેળવી છે.પરંતુ ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર શહેરીજનોને મેમો ફટકારીને ઈ-ચલણ ભરવા કોર્ટમાં આવવું પડી રહ્યું છે.જેના લીધે ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળે આવેલી પ્રથમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફ.ક.)એ.આર.ત્રિવેદીની કોર્ટમાં ઈ-ચલણ ભરવા માટે પક્ષકારોનો ભારે ભીડ અને ધસારો જોવા મળી રહ્યો છે.ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગની સાંકડી જગ્યામાં રોજીંદા હજારો પક્ષકારોને ઈ-ચલણ ભરવા માટે ઉપરોક્ત કોર્ટમાં ઉઘડતી કોર્ટના સમયથી માંડીને કોર્ટ એડજર્ન થવાના સમય સુધી લાંબી કતારમાં ઉભું રહેવું પડે છે.જેના કારણે અન્ય કોર્ટોના કામકાજમાં પણ ખલેલ પડવાથી માંડીને વકીલો,પક્ષકારોને ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળે કોર્ટ કાર્યવાહી માટે જવા આવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની બૂમરાણ ઉઠવા પામી હતી.તદુપરાંત હાલમાં કાળજાળ ગરમીમાં કોર્ટ રૃમની સાંકડી જગ્યામાં હજારો પક્ષકારોની રોજીંદી અવર જવરના પગલે સફોકેશનની પરિસ્થિતિ જોવા મળી હતી.

જેથી ઈ-ચલણ ભરવા આવેલા પક્ષકારોનો ભારે ધસારા તથા લાંબી કતાર લાગવાની પરિસ્થિતિને ધ્યાને લઈને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વાછાણીએ ગઈકાલે મોડી સાંજે હાલમાં એફટીસી બિલ્ડીંગમાં કાર્યરત પ્રથમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટને મુખ્ય કોર્ટ બિલ્ડીંગના સેકન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરવા નિર્દેશ આપ્યો છે.જેથી આજથી મુખ્ય કોર્ટ બિલ્ડીંગના બીજા માળે મુખ્ય જિલ્લા સરકારી વકીલની કચેરી રૃમ નં.207માં ખસેડવામાં આવેલી જેએમએફસી કોર્ટમાં ઈ-ચલણ ભરવા પક્ષકારોને લાંબી લાઈન મોડી સાંજ સુધી જોવા મળી હતી.જેથી વકીલ વર્તુળોમાં એવી ચર્ચા ચાલી છે કે ડીજીટલ ઈન્ડીયાના યુગમાં ઈ-ચલણ ભરવા પક્ષકારોને કોર્ટ સુધી આવવું પડે તેના બદલે ટ્રાફીક પોલીસે દંડ ભરવા માટે કોઈ ક્યુઆર કોડ જાહેર કરવો જોઈએ.જેથી પક્ષકારોને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કોર્ટ બિલ્ડીંગમાં આવવાને બદલે ક્યુઆર કોડ પર જ દંડ ભરી દે તો કોર્ટ બિલ્ડીંગમાં પક્ષકારોના ધસારાને નિયંત્રિત કરી શકાય.એટલું જ નહીં પરંતુ તેના કારણે પક્ષકારોને પણ 100 રૃપિયાના દંડ માટે 200 રૃપિયાનું પેટ્રોલ-ડીઝલ બાળીને કોર્ટ સુધી આવીને રોજીંદા કોર્ટ કચેરીના કામે આવતાં પક્ષકારોની ભીડમાં વધારો કરવા પર નિયંત્રણ લાવી શકાય તેમ છે.ઔર


suratcourt

Google NewsGoogle News