ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ફરી જામીન મળ્યાં
નવી દિલ્હી,તા.29 એપ્રિલ 2022,શુક્રવાર
આસામના વધુ એક કેસમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કોર્ટ તરફથી જામીન મળ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા બાદ બીજા એક કેસમાં પહેલાં જામીનના દિવસે જ તરત જ ધરપકડ કરવામાં આવી હતી.
મેવાણીની અસમ પોલિસી એક ટ્વિટના કેસમાં ધરપકડ કરી હતી. 25મી એપ્રિલે પીએમ મોદી અને RSS સંબંધિત કેસમાં આસામ કોર્ટે જામીન આપ્યા ના એક જ કલાકમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મેવાણીએ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કર્યા બદલ ફરી તેમની ધરપકડ આસામ પોલિસ દ્વારા કરવામાં આવી છે.
અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ કથિત ટ્વીટ કરવાને કારણે આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિભિન્ન ધારાઓ અને આઈટી અધિનિયમ હેઠળ કેસ નોંધાયા બાદ 22મી એપ્રિલ, બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરના સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં તેમણે પોતાના ટ્વીટમાં કથિત રીતે કહ્યું હતું કે, મોદી 'ગોડસેને ભગવાન માને છે'.
વધુ વાંચો : ધાર્મિક લાગણી દુભાવવા બદલ જિગ્નેશ મેવાણીની ધરપકડ કરાઈ છેઃ આસામ પોલીસ