અલકાપુરીના જ્વેલર્સ પાસે દાગીના ખરીદી બે યુવકોએ કેનેડાથી પેમેન્ટની બોગસ રિસિપ્ટ બતાવી ઠગાઇ કરી
વડોદરાઃ અલકાપુરી વિસ્તારના એક જ્વેલર્સ પાસે સોનાની ચેન ખરીદનાર બે ભેજાબાજો સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
અલકાપુરી સરકિટ હાઉસ સામે આઇવરી ટેરેસમાં જ્વેલર્સની દુકાન ધરાવતા હિતેશકુમાર ચોકસીએ પોલીસને કહ્યું છે કે,.ગઇ તા.૯ મી માર્ચે મારી દુકાને આકાશ જાની(વિઠ્ઠલધામ સોસાયટી,અવધૂત ફાટક પાસે,માંજલપુર) અને મૌલેશ બારોટ(તારા બાગ સોસાયટી,અવધૂત ફાટક પાસે,માંજલ પુર) સોનાની બે ચેન ખરીદી ગયા હતા.
બં ન શખ્સોએ વાતોમાં પરોવી કેનેડાથી પેમેન્ટ આવશે તેમ કહ્યું હતું.ત્યારબાદ તેમણે પ૫૦૦ કેનેડિયન ડોલરની પેમેન્ટ સ્લિપ બતાવી બે કલાકમાં તમારા એકાઉન્ટમાં રકમ દેખાશે તેમ કહી ફરાર થઇ ગયા હતા.વારંવાર ઉઘરાણી કરતાં રૃ.૨૦ હજાર પરત કર્યા હતા. પરંતુ બાકીના ૯૬ હજાર હજી પરત કર્યા નથી અને મોબાઇલ પણ બંધ કરી દીધો છે.જેથી અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.